Home> India
Advertisement
Prev
Next

બાબા સાહેબ આંબેડકરના પૌત્રએ આંતકી સંગઠન સાથે કરી RSSની સરખામણી

ભારીપ બહુજન મહાસંઘના અધ્યક્ષ પ્રકાશ આંબેડકરે RSSની સરખામણી આકંરનાગી સંગઠનથી કરી છે. મુંબઇના ઉપનગર ક્લાયણની એક જનસભામાં પ્રકાશ આંબેડકરે કહ્યું કે RSS વાળા શસ્ત્ર પૂજા કરીએ છે.

બાબા સાહેબ આંબેડકરના પૌત્રએ આંતકી સંગઠન સાથે કરી RSSની સરખામણી

મુંબઇ: બંધારણના સર્જક ભીમ રાવ આંબેડકર (Baba Saheb Ambedkar)ની પૌત્ર પ્રકારશ આંબેડકરે (Prakash Ambedkar) રાષ્ટ્રીય સ્વંય સેવક સંધ (RSS)ને લઇને વિવાદિત નિવેદન આપ્યું છે. ભારીપ બહુજન મહાસંઘના અધ્યક્ષ પ્રકાશ આંબેડકરે RSSની સરખામણી આકંરનાગી સંગઠનથી કરી છે. મુંબઇના ઉપનગર ક્લાયણની એક જનસભામાં પ્રકાશ આંબેડકરે કહ્યું કે RSS વાળા શસ્ત્ર પૂજા કરીએ છે. આવું માત્ર આતંકવાદી કરે છે. જ્યારે દેશમાં પોલીસ છે સેના છે તો કોઇ સંગઠનને હથિયાર રાખવાની અને તેની પુજા કરવાની શું જરૂરીયાત છે.

fallbacks

વધુમાં વાંચો: અત્યંત વિચિત્ર બીમારી, આ વ્યક્તિ નાકની બરાબર સામે રાખે છે મોબાઈલ ફોન, અને પછી....

પ્રકાશ આંબેડકરે કહ્યું કે બાબાસાહેબ આંબેડકરે બંધારણ લખી ઇતિહાસ રચ્યો, દલિત સમાજને પણ પ્રકાશ આંબેડકરને વોટ આપી સાંસદમાં મોકલવા જોઇએ, જેથી દલિત વધુ મજબૂત થઇ શકે. કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી વિશે ઓવેસીએ કહ્યું કે જનોઇધારી રાહુલ ક્યારે મુસલમાનોના હિતની વાત કરતા નથી. કોંગ્રેસ માત્ર મુસલમાનોના વોટ મેળવે છે. કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેનો મજાક ઉડવાતા ઓવેસીએ કહ્યું કે તેઓ ચોકીદારની ચમચાગિરી કરે છે.

વધુમાં વાંચો: UP: કુશીનગરમાં ભારતીય IAFનું ફાઈટર વિમાન ક્રેશ, પાઈલટે પેરાશૂટથી કૂદીને જીવ બચાવ્યો

પ્રકાશ આંબેડકર આ પહેલા પણ વિવાદિત નિવેદન આપી ચૂક્યા છે. તેમણે કહ્યું હતું કે જે લોકો વંદે માતરમ બોલે છે. તે રાષ્ટ્ર વિરોધી છે. આંબેડકરે કહ્યું કે જ્યારે રાષ્ટ્રગીત (જન મન ગણ) છે તો વંદે માતરમની શુ જરૂરીયાત છે.

fallbacks

વધુમાં વાંચો: સીમા ક્રોસ કરી રહી છે કોંગ્રેસ, હું સીએમ પદ છોડવા તૈયાર છું: કુમારસ્વામી

પ્રકાશ આંબેડકર જે જનસભામાં આ વાત કહી રહ્યાં છે ત્યાં એઆઇએમઆઇએમ નેતા અસદુદ્દીન ઓવેસી પણ હાજર હતા. ત્યાં ઓવેસીએ કહ્યું કે યોગગુરૂ રામદેવ પછી હવે એઆઇએમઆઇએમ નેતા અસદુદ્દીન ઓવેસીએ ભારત રત્નને લઇને સવાલ ઉઠાવ્યો છે. ઓવેસીનું કહેવું છે કે અત્યાર સુધીમાં કેટલા દલિત, આદિવાસીઓ અને ગરીબ બ્રાહ્મણોને આપવામાં આવ્યો છે? મહારાષ્ટ્રના ક્લાયણમાં રેલી દરમિયાન ઓવેસીએ કહ્યું કે, મને આટલું જણાવો કે જેટલા ભારત રત્નના સન્માન આપવામાં આવ્યા છે તેમાં કેટલા દલિત, આદિવાસી, મુસ્લિમ, ગરીબો, ઉંચ્ચ જ્ઞાતીઓ અને બ્રાહ્મણોને આપવામાં આવ્યા છે? ઓવેસી અહીંયા પ્રકાશ આંબેડકર માટે મત માગી રહ્યા હતા.

દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More