Home> India
Advertisement
Prev
Next

LPG Price Hike: સવાર સવારમાં મોટો ઝટકો! ગેસના બાટલાના ભાવ વધી ગયા, જાણો કેટલો ફટકો પડ્યો

LPG Price Hike: બજેટ બાદ એક ઓગસ્ટથી જ એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો જોવા મળ્યો છે.  ઓઈલ કંપનીઓએ જુલાઈના પહેલા દિવસે એટલે કે 1 જુલાઈના રોજ કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં 30 રૂપિયાનો ઘટાડો કર્યો હતો પરંતુ હવે આજથી એટલે કે 1 ઓગસ્ટથી સિલિન્ડરના ભાવ વધ્યા છે. જાણો વિગતો.

LPG Price Hike: સવાર સવારમાં મોટો ઝટકો! ગેસના બાટલાના ભાવ વધી ગયા, જાણો કેટલો ફટકો પડ્યો

LPG Price Hike: બજેટ બાદ એક ઓગસ્ટથી જ એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો જોવા મળ્યો છે. ભાવમાં આ વધારો કોમર્શિયલ ગેસ સિલિન્ડરના રેટમાં થયો છે. ઓઈલ કંપનીઓએ જુલાઈના પહેલા દિવસે એટલે કે 1 જુલાઈના રોજ કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં 30 રૂપિયાનો ઘટાડો કર્યો હતો પરંતુ હવે આજથી એટલે કે 1 ઓગસ્ટથી સિલિન્ડરના ભાવ વધ્યા છે. જાણો વિગતો.

fallbacks

કોમર્શિયલ સિલિન્ડરનો વધ્યો ભાવ
ઓઈલ કંપનીઓએ કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં 6.50 રૂપિયાનો વધારો કર્યો છે. આ સાથેજ હવે દિલ્હીમાં ભાવ 1646 રૂપિયાથી વધીને 1652.50 રૂપિયા થઈ ગયો છે. આ અગાઉ 31 જુલાઈ સુધી 19 કિલોવાળા કોમર્શિયલ સિલિન્ડરનો ભાવ 1646 રૂપિયા હતો. ચારેય મહાનગરમાં આ ભાવવધારો જોવા મળ્યો છે. કોલકાતામાં જે સિલિન્ડર પહેલા 1756 રૂપિયામાં મળતો હતો તે હવે આજથી 1764.50 રૂપિયામાં મળશે. મુંબઈમાં ભાવ 1598 રૂપિયાથી વધીને 1605 રૂપિયા થઈ ગયો છે. એ જ રીતે ચેન્નાઈમાં આ સિલિન્ડર માટે પહેલા 1809.50 રૂપિયા ચૂકવવા પડતા હતા અને આજથી હવે 1817 રૂપિયા આપવા પડશે. કંપનીઓએ કોલકાતામાં સૌથી વધુ 8.50 રૂપિયાનો વધારો કર્યો છે. 

fallbacks

ઘરેલુ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર નથી
બીજી બાજુ કંપનીઓએ ઘરેલુ એલપીજી સિલિન્ડરના ભાવમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કર્યો નથી. આ સિલિન્ડર પહેલાની જેમ જ  દિલ્હીમાં 8.3 રૂપિયાના ભાવે મળશે. આ ઉપરાંત 14.2 કિલોવાળો ઘરેલુ એલપીજી સિલિન્ડર કોલકાતામાં 829 રૂપિયા, મુંબઈમાં 802.50 રૂપિયા અને ચેન્નાઈમાં 818.50 રૂપિયામાં મળે છે. ઓઈલ કંપનીઓએ હવાઈ ઈંધણના  ભાવમાં પણ વધારો કર્યો છે. તેના રેટમાં 3006.71/ કિલો લીટરની રીતે વધારો કરાયો છે. નવા રેટ આજથી જ લાગૂ  થઈ ગયા છે. 

fallbacks

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More