નાદિયા: લોકો તેમના લગ્નને યાદગાર બનાવવા માટે ઘણાં વિવિધ માર્ગો અનુસરતા હોય છે. આ પળોને ખાસ બનાવવા આવો જ એક કિસ્સો પશ્ચિમ બંગાળના નાદિયા જિલ્લામાં રવિવારે સામે આવ્યો છે. જ્યારે એક વરરાજા લગ્ન કરવા માટે ઘોડી કે કારમાં વરઘોડો લઇ જવાની જગ્યાએ રોડ રોલર લઇને પહોંચ્યો હતો. એક સ્વર્ણકારનો પુત્ર 30 વર્ષીય અર્કા પાત્રા, કૃષ્ણનગર ઉકીલપારામાં દુલ્હનના ઘરે રોડ રોલર લઇને પહોંચ્યો હતો. આ જોઇને હાજર મહેમાન આશ્ચર્યચકિત થઇ ગયા હતા.
વધુમાં વાંચો: 3 ફૂટ બરફમાં પણ ન રોકાયો વરઘોડો, 6 કિમી પગપાળા દુલ્હન લેવા પહોંચ્યો વરરાજા
પાત્રાએ કહ્યું કે, ‘હું મારા લગ્નના સમારોહને યાદગાર અને અનોખો બનાવવામાં માગતો હતો. હું એક વિંટેજ કાર લઇને જઇ શકતો હોત, પરંતુ તે કંઇક અલગ હોત નહીં. મેં સાભળ્યું હતું કે લગ્ન કરવા માટે કોઇ અર્થ મૂવરમાં ગયો હતો. મને લગ્નમાં રોડ રોલર લઇને જનાર વિશે કોઇ જાણકારી ન હતી. એટલા માટે હું રોડ રોલર લઇને જવાનો નિર્ણય કહ્યો હતો.’
વધુમાં વાંચો: અત્યંત વિચિત્ર બીમારી, આ વ્યક્તિ નાકની બરાબર સામે રાખે છે મોબાઈલ ફોન, અને પછી....
તેણે કહ્યું કે તેની પત્ની અરૂંધતિ તરફથી તેના પરિવારજનો પણ આ અનોખા વિચાર માટે સંમત થઇ ગયા હતા. તેણે થોડા દિવસ પહેલા જ આ વિશે વાત કરી હતી.
(ઇનપુટ: એજન્સી ભાષા)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે