Home> India
Advertisement
Prev
Next

કોણ છે ભારતનો એ છોકરો જેના પર બ્રિટનની મહિલા ઓફિસર મોહી પડી? ટ્વીટ કરીને દુનિયાને આપી માહિતી

Rhiannon Harries ની ટ્વિટર પ્રોફાઇલ અનુસાર તે ભારતમાં ડેપ્યુટી ટ્રેડ કમિશનર (દક્ષિણ એશિયા) તરીકે પોસ્ટેડ છે. તેણે હિમાંશુ સાથે તેના લગ્નનો ફોટો ટ્વિટર પર શેર કર્યો છે. આ કપલને વેડિંગ કપલ તરીકે જોવામાં આવે છે. ગ્રીન  ઈકોનોમીની સમર્થક રિઆનને ટ્રાવેલમાં ઘણો રસ ધરાવે છે. 

કોણ છે ભારતનો એ છોકરો જેના પર બ્રિટનની મહિલા ઓફિસર મોહી પડી? ટ્વીટ કરીને દુનિયાને આપી માહિતી

નવી દિલ્હી: વિશ્વમાં દરરોજ એવી કેટલીયે ઘટનાઓ બને છે જેની સોશિયલ મીડિયામાં ભારે ચર્ચા થતી હોયા છે. હાલ બ્રિટિશ મહિલા ઓફિસર અને એક ભારતીય યુવકના લગ્ન ભારે ચર્ચામાં છે. દિલ્હીમાં કામ કરી રહેલા બ્રિટનના ડેપ્યુટી ટ્રેડ કમિશનર (દક્ષિણ એશિયા) રિઆનન હેરિસે ભારતના હિમાંશુ પાંડે સાથે લગ્નબંધીથી એક તાતણે બંધાયા છે. રિઆનને ટ્વીટ કરીને પોતાના લગ્નની માહિતી આપી છે. તો ચાલો જાણીએ કોણ છે હિમાંશુ પાંડે, જેના પર બ્રિટનની મહિલા ઓફિસરનું દિલ આવી ગયું...

fallbacks

Rhiannon Harries ની ટ્વિટર પ્રોફાઇલ અનુસાર તે ભારતમાં ડેપ્યુટી ટ્રેડ કમિશનર (દક્ષિણ એશિયા) તરીકે પોસ્ટેડ છે. તેણે હિમાંશુ સાથે તેના લગ્નનો ફોટો ટ્વિટર પર શેર કર્યો છે. આ કપલને વેડિંગ કપલ તરીકે જોવામાં આવે છે. ગ્રીન  ઈકોનોમીની સમર્થક રિઆનને ટ્રાવેલમાં ઘણો રસ ધરાવે છે. 

જ્યારે હિમાંશુ પાંડે એક ફિલ્મમેકર છે. હિમાંશુએ પોતાની ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલમાં પોતાને GODROCK Films કંપનીના સ્થાપક અને નિર્દેશક ગણાવ્યા છે. તેમણે એક યુટ્યુબ ચેનલની લિંક પણ શેર કરી છે.

કોણ છે હિમાંશુ પાંડે?
ઇન્સ્ટાગ્રામમાં આપેલી માહિતી અનુસાર, હિમાંશુ પાંડે એક સ્વતંત્ર ફિલ્મ નિર્માતા છે અને શ્રી અરબિંદો સેન્ટર ફોર આર્ટસ એન્ડ કોમ્યુનિકેશનના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે. એક દાયકાથી વધુના અનુભવ સાથે, હિમાંશુએ વિવિધ ફિલ્મ અને વિડિયો પ્રોજેક્ટ્સમાં કાસ્ટિંગ ડિરેક્ટર, લેખક અને નિર્માતા તરીકે કામ કર્યું છે. તે ADJB પ્રોડક્શન ન્યૂયોર્ક જેવી સંસ્થાઓ માટે ફિલ્મ શૂટના આયોજન અને યોજનામાં પણ સામેલ રહ્યા છે.

બ્રિટિશ મહિલા સાથે કર્યા લગ્ન 
તાજેતરમાં હિમાંશુ અને રેઆનન હેરિસ લગ્નના બંધનમાં બંધાયા છે. હેરિસ કહે છે કે તે ખૂબ જ ખુશ છે કે ભારત હવે તેનું કાયમ માટે ઘર છે. તેણે લગ્નનો ફોટો શેર કરતી વખતે #IncredibleIndia તેમજ #shaadi #livingbridge #pariwar હેશટેગ્સનો પણ ઉપયોગ કર્યો છે.

બીજી તરફ, આંધ્ર પ્રદેશ અને તેલંગાણામાં બ્રિટનના ડેપ્યુટી હાઈ કમિશનર એન્ડ્ર્યુ ફ્લેમિંગે હેરીજને લગ્ન માટે અભિનંદન પાઠવ્યા છે. એન્ડ્રુએ ટ્વિટર પર લખ્યું- મારી મિત્ર રિઆનન હેરિસને અભિનંદન. તેમણે અને દુલ્હાને સમગ્ર બ્રિટિશ હાઈ કમિશન હૈદરાબાદ વતી અનંત ખુશીઓ મુબારક.. એન્ડ્રુએ નિરાશા વ્યક્ત કરી હતી કે કેટલીક જવાબદારીઓને કારણે તે લગ્ન સમારોહમાં હાજર રહી શક્યા નથી. ટ્વિટર પર તમામ યુઝર્સે પણ કપલને અભિનંદન પાઠવ્યા હતા.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More