ચેન્નાઈ: તામિલનાડુ (Tamilnadu) ના કુડ્ડાલોરમાં એક ફટાકડાના કારખાનામાં જોરદાર વિસ્ફોટ થયો. આ વિસ્ફોટ (Blast) ના કારણે સમગ્ર પરિસરમાં આગ લાગી ગઈ. મળતી માહિતી મુજબ ઘટનાસ્થળે 7 લોકો અત્યાર સુધીમાં મૃત્યુ થયા છે. જ્યારે 4 લોકો ઘાયલ છે.
ગાંધીનગરથી ભણેલા મહિલા IPSને PM મોદીનો સવાલ, ટેક્સટાઈલ અને ટેરર...કેવી રીતે ગુજારો કરશો?
ત્રણ કિમી સુધી ધડાકાનો અવાજ સંભળાયો
ઘટનાસ્થળે હાજર પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે વિસ્ફોટનો અવાજ એટલો મોટો હતો કે તે ત્રણ કિલોમીટર સુધી સંભળાયો. વિસ્ફોટથી ફેક્ટરીને ભારે નુકસાન થયું અને સમગ્ર બિલ્ડિંગ તૂટી પડ્યું. માર્યા ગયેલા લોકોમાં કારખાનાનો માલિક પણ સામેલ છે.
Tamil Nadu: Death toll rises to seven in Cuddalore fire incident, says SP M Sree Abhinav https://t.co/lGY1REwZpl pic.twitter.com/WBgOOJVbbt
— ANI (@ANI) September 4, 2020
તામિલનાડુના કુડ્ડાલોર જિલ્લામાં થયેલા આ વિસ્ફોટથી વિસ્તારમાં દહેશતનો માહોલ છે. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરાયા છે. પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને તપાસ ચાલુ છે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે