Home> India
Advertisement
Prev
Next

Brutal Crime: પુત્રી પર રેપના સમાચાર સાંભળી પાગલ થયા પિતા, બદલો લેવા કરી દીધી 6 લોકોની હત્યા

Brutal Crime: આંધ્ર પ્રદેશના એક ગામમાં પુત્રી પર બળાત્કાર થયાનું સાંભળી પિતાને એટલો ગુસ્સો આવ્યો કે કથિત આરોપીના પરિવારના છ સભ્યોની હત્યા કરી દીધી.
 

Brutal Crime: પુત્રી પર રેપના સમાચાર સાંભળી પાગલ થયા પિતા, બદલો લેવા કરી દીધી 6 લોકોની હત્યા

વિશાખાપટ્ટનમઃ Brutal Crime: પુત્રી સાથે બળાત્કારના સમાચાર સાંભળી એક પિતા પર એવુ પાગલપણુ સવાર થયું કે તેમણે કથિત આરોપીના પરિવારના છ સભ્યોની હત્યા કરી દીધી. પરિવારના એક સભ્યએ હત્યારાની પુત્રી સાથે બળાત્કાર કર્યો હતો. હવે પિતાએ બધાની હત્યા કરી બદલો લીધો છે. ઘટના આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટમન જિલ્લાના એક ગામની છે જ્યાં ગુરૂવારે આ ઘટના બાદ ગામમાં સનસની ફેલાઈ ગઈ છે. 

fallbacks

જાણકારી પ્રમાણે એક પિતાએ પોતાની પુત્રી સાથે થયેલા દુષ્કર્મનો બદલો લેવા માટે હત્યારા બન્યા અને છ લોકોની હત્યા કરી દીધી. હત્યા બાદ આરોપી ફરાર થઈ ગયો છે. વિશાખાપટ્ટનમ જિલ્લાના જટ્ટાદા ગામમાં થયેલી આ ઘટના અંગે સાંભળી પોલીસ પણ ચોંકી ગઈ છે. કાતિલે તે વ્યક્તિના એક પરિવારના છ સભ્યોને મોતને ઘાટ ઉતારી દીધા છે. પોલીસે હાલ આ અંગે તપાસ શરૂ કરી છે. 

જાણવા મલી રહ્યું છે કે મૃતક પરિવારના એક સભ્યએ કથિત રીતે હત્યાના આરોપીની પુત્રી પર બળાત્કાર કર્યો હતો અને તેની જાણકારી મળ્યા બાદ પિતાના મગજ પર ભૂત સવાર થયું. તેમણે ગુસ્સામાં મોટી ઘટનાને અંજામ આપી દીધો છે. કહેવામાં આવી રહ્યું છે કે પરિવારના છ લોકોની હત્યા તો પિતાએ કરી દીધી છે, પરંતુ કથિત બળાત્કારનો આરોપી હજુ ફરાર છે. પોલીસ સમગ્ર મામલે તપાસ કરી રહી છે. આ સમાચાર મળતા 
ઘટનાસ્થળે લોકોની ભીડ થઈ ગઈ હતી. હાલ ગામમાં અનેક પ્રકારની ચર્ચાઓ ચાલી રહી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More