Home> India
Advertisement
Prev
Next

બીએસએફ કોન્સ્ટેબલ સટપ્પાએ કર્યું ફાયરિંગ, 5 જવાનોના મોત, 7 ઈજાગ્રસ્ત

પંજાબના અમૃતસરથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. અહીં એક બીએસએફના જવાને કેમ્પની અંદર પોતાના સાથી પર ગોળીબાર કર્યો, જેમાં પાંચ જવાનના મોત થયા છે.

બીએસએફ કોન્સ્ટેબલ સટપ્પાએ કર્યું ફાયરિંગ, 5 જવાનોના મોત, 7 ઈજાગ્રસ્ત

અમૃતસરઃ પંજાબના અમૃતસરથી એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. હકીકતમાં અહીં એક બીએસએફના જવાને કેમ્પની અંદર પોતાના સાથી જવાન પર ગોળીબાર કર્યો છે, જેમાં 5 જવાનના મોત થયા અને સાતને ઈજા પહોંચી છે. 

fallbacks

મહત્વનું છે કે અમૃતસરના ખાસા બીએસએફ કેમ્પમાં બીએસએફના જવાને અંધાધુંધ ફાયરિંગ કર્યું. ત્યારબાદ ગોળી લાગવાથી ઈજાગ્રસ્ત થયેલા જવાનોને ગુરૂ નાનક દેવ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાવવામાં આવ્યા હતા. ફાયરિંગ કરનાર બીએસએફ જવાનનું પણ મોત થયું છે.

ફાયરિંગ કરનાર જવાને ખુદને ગોળી મારી દીધી. તેને ગંભીર સ્થિતિમાં હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યો, જ્યાં ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. બીએસએફના એક અધિકારીએ કહ્યુ કે કોર્ટ ઓફ ઇન્ક્વાયરીનો આદેશ આપવામાં આવ્યો છે. 

પોલીસે પણ તપાસ શરૂ કરી છે. તમામ ઈજાગ્રસ્તોને ગુરૂ નાનક દેવ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જાણકારી પ્રમાણે ગોળી ચલારનાર વ્યક્તિ બીએસએફનો જ જવાન છે. આરોપ છે કે તેની પાસે વધુ કામ લેવામાં આવી રહ્યું હતું. 

બીએસએફ મેસમાં ફાયરિંગના સમાચારથી અફરાતફરીનો માહોલ છે. ઘટનાની જાણકારી મળ્યા બાદ સ્થળ પર પોલીસ પહોંચી હતી. બીએસએફ મેસમાં ફાયરિંગ કરનાર કોન્સ્ટેબલની ઓળખ સટપ્પાના રૂપમાં થઈ છે. પરંતુ કટપ્પાએ ફાયરિંગ કેમ કર્યુ તે જાણકારી મળી નથી. 

પરંતુ હજુ સુધી અચાનક ફાયરિંગ કેમ કરવામાં આવ્યું તેની માહિતી મળી નથી. પોલીસે આ ઘટનાને લઈને તપાસ શરૂ કરી દીધી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More