Home> India
Advertisement
Prev
Next

27 વર્ષથી શહીદનો પરિવાર રહેતો હતો ઝુંપડીમાં, ગામના યુવાનોનું કામ જાણીને તમે કહેશો વાહ....

મધ્યપ્રદેશના દેપાલપુરના પીર પીપલિયા ગામના લોકોએ કંઈક એવું કામ કર્યું કે જેને જાણીને તમને પણ તેમને સલામ કરવાનું મન થશે.
 

27 વર્ષથી શહીદનો પરિવાર રહેતો હતો ઝુંપડીમાં, ગામના યુવાનોનું કામ જાણીને તમે કહેશો વાહ....

ઈન્દોરઃ મધ્યપ્રદેશના દેપાલપુરના પીર પીપલિયા ગામના લોકોએ કંઈક એવું કામ કર્યું કે જેને જાણીને તમને પણ તેમને સલામ કરવાનું મન થશે. પીર પીપલિયા ગામમાં રહેતા હવાલદાર મોહન સિંહ સુનેર ત્રિપુરામાં બીએસએફ તરફથી આતંકવાદી સામે લડતા શહીદ થયા હતા. 27 વર્ષથી તેમનો પરિવાર આ ગામમાં એક ઝુંપડીમાં રહેતો હતો. તેમને સરકારની કોઈ મદદ મળી નહીં. પરિવારને માત્ર રૂ.700નું પેન્શન મળે છે. આથી પરિવાર મજુરી કરીને ગુજરાન ચલાવે છે. 

fallbacks

ગામના યુવાનોને પરિવાર પ્રત્યે લાગણી વ્યક્ત કરતા થોડા મહિના પહેલા ફાળો એક્ઠો કરવાનું શરૂ કર્યું. જોત-જોતામાં રૂ.11 લાખનો ફાળો એક્ઠો થઈ ગયો. આથી યુવાનોએ ઝુંપડીની જગ્યાએ પરિવારને એક આલિશાન બંગલો બનાવી આપ્યો. તેમણે 15 ઓગસ્ટના સ્વતંત્રતા દિવસે પરિવારનો ગૃહ પ્રવેશ કરાવ્યો હતો.

fallbacks

પરિવારનો ગૃહ પ્રવેશ પણ કોઈ સામાન્ય રીતે કરાવ્યો ન હતો. ગામના તમામ યુવાનોએ પોતાના હાથની બંને હથેળીઓ જમીન પર મુકી દીધી હતી અને શહીદની પત્નીને તેના પર ચાલીને ઘરમાં પ્રવેશ કરવા જણાવ્યું હતું. શહીદનો પરિવાર ગામના યુવાનોની આટલી બધી લાગણી જોઈને ગદગદ થઈ ગયો હતો. 

હવે ગામના યુવાનોએ પીર પીપલિયાના મુખ્ય માર્ગ પર શહીદની પ્રતિમા લગાવાની પણ યોજના બનાવી છે. સાથે જ આ શહીદ જે સ્કૂલમાં ભણ્યા હતા તેનું નામ પણ શહીદના નામે કરવાના પ્રયાસો યુવાનોએ શરૂ કર્યા છે.  

જુઓ LIVE TV....

ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More