Home> India
Advertisement
Prev
Next

ભારતને ધ્રુજાવવાનું પાકિસ્તાની કાવતરું નિષ્ફળ, BSF એ જપ્ત કર્યો હથિયારોનો મોટો જથ્થો

મને જણાવી દઇએ કે બીએસએફએ પંજાબની બોર્ડર પર્થી અત્યાર સુધી 394.742 કિલોગ્રામ હેરોઇન જ્પ્ત કર્યું છે અને ભારતીય સીમાને પાર કરી રહેલા 77 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

ભારતને ધ્રુજાવવાનું પાકિસ્તાની કાવતરું નિષ્ફળ, BSF એ જપ્ત કર્યો હથિયારોનો મોટો જથ્થો

ફિરોજપુર: ભારત-પાકિસ્તાન બોર્ડર પાસે પંજાબના અબોહર સેક્ટરથી શનિવારે સીમા સુરક્ષા બળ (BSF)એ ભારે માત્રામાં હથિયારો અને દારૂ-ગોળો જપ્ત કર્યો છે. સમાચારો અનુસાર બીએસએફની 125મી બટાલિયને એકે-47 રાઇફલ, 6 રાઉન્ડ મેગજીન, 91 રાઉડ 7.62 એમએમ દારૂગોળો, 2 એમ-16 રાઇફલ, 4-એમ રાઇફલ મેગેજીન, 57 રાઉન્ડ 5.56 એમએમ દારૂગોળો, 2 ચીની પિસ્તોલ, 4 પિસ્તોલ મેગર્જીસ અને 20 રાઉન્ડ 7.63 મીમી દારૂગોળો જપ્ત કર્યો છે. 

fallbacks

બીએસએફએ ટ્વિટર પર ભારત-પાકિસ્તાન બોર્ડર પાસે પંજાબના અબોહર સેક્ટર (Abohar sector)માં અધિકારીઓ દ્વારા કરવામાં આવેલી જપ્તીની ડિટેલ્સ શેર કરવામાં આવી. આ સાથે જ બીએસએફએ કહ્યું કે તેના સતર્ક સૈનિકોએ એકવાર ફરી રાષ્ટ્ર-વિરોધી તત્વો દ્વારા પ્રતિબંધિત વસ્તુઓની ખેપને ભારતમાં મોકવાના પ્રયત્નને નિષ્ફળ કરી દીધો છે. 

તમને જણાવી દઇએ કે બીએસએફએ પંજાબની બોર્ડર પર્થી અત્યાર સુધી 394.742 કિલોગ્રામ હેરોઇન જ્પ્ત કર્યું છે અને ભારતીય સીમાને પાર કરી રહેલા 77 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ ઉપરાંત 10 પાકિસ્તાની ઘૂસણખોરો, 32 વિભિન્ન પ્રકારના હથિયાર (શનિવારે જપ્ત થયેલા હથિયારોને ઉમેરીને), 57 અલગ-અલગ મેગજીન (શનિવારે જપ્ત કરેલા સહિત) 650 રાઉન્ડ દારૂગોળો, 6 પાકિસ્તાની મોબાઇલ ફોન અને 10 પાકિસ્તાની સિમકાર્ડ જપ્ત કર્યા છે. 

તમને જણાવી દઇએ કે રાષ્ટ્ર વિરોધી આવી ગતિવિધિઓને રોકવા માટે ભારત-પાકિસ્તાન અને ભારત-બાંગ્લાદેશ પર રક્ષા માટે 2.65 લાખકર્મીઓને મજબૂત બળ તૈનાત છે. 

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More