Home> India
Advertisement
Prev
Next

સરહદોની હાઇટેક સુરક્ષા કરશે BSF, ચકલુ ફરકશે તો પણ મળશે એલર્ટ

પાકિસ્તાન અને બાંગ્લાદેશ સીમા પર 2 હજાર કિલોમીટર લાંબા એવા વિસ્તારની ઓળખ કરી છે જે સુરક્ષાની દ્રષ્ટીએ ખુબ જ સંવેદનશીલ છે

સરહદોની હાઇટેક સુરક્ષા કરશે BSF, ચકલુ ફરકશે તો પણ મળશે એલર્ટ

ઇંદોર : સીમા સુરક્ષા દળ (બીએસએફ)એ શનિવારે કહ્યું કે, તેઓ પાકિસ્તાન અને બાંગ્લાદેશની સરહદો પર રહેલા કુલ 2000 કિલોમીટર લાંબા વિસ્તારને અત્યાધુનિક ટેક્નોલોજીથી નજર રાખવાની મહત્વની યોજના પર કામ કરી રહ્યું છે. બીએસએફના મહાનિર્દેશક (ડીજી) કે.કે શર્માએ જણાવ્યું કે, અમે પાકિસ્તાન અને બાંગ્લાદેશની સીમાઓ નજીક કુલ મળીને આશરે 2000 કિલોમીટર લમ્બાઇમાં ફેલાયેલા આ વિસ્તારની ઓળખ કરી છે જે સુરક્ષાની દ્રષ્ટીએ ખુબ જ સંવેદનશીલ છે. 

fallbacks

યોજનાનું તબક્કાવાર વિસ્તરણ કરવામાં આવશે
શર્માએ જણાવ્યું કે, સમય આવ્યે અમે આ વિસ્તારોમાં પોતાની તે યોજનાને તબક્કાવાર રીતે વિસ્તારીત કરીશું જે અત્યાધુનિક ટેક્નોલોજી અને ઉપકરણો દ્વારા ભારતીય સરહદો સાથે જોડાયેલી છે. તેમણે કહ્યું કે, શક્ય છે કે અમે આગામી સમયમાં પાકિસ્તાન સીમા પર રહેલા તમામ ક્ષેત્રોમાં આ યોજનાને લાગુ કરવા માટે અપેક્ષા કરતા પણ વધારે મહત્વ આપીએ. 

શર્માએ જણાવ્યું કે, સીમાઓની સુરક્ષા પ્રણાલીને મજબુત બનાવવા માટેની આ યોજના હેઠળ બીએસએફએ જમ્મુ ક્ષેત્રમાં પાકિસ્તાન સીમા પર રહેલા બે સ્થળો પર 5.5- 5.5 કિલોમીટરનાં બે સ્થળોમાં નજર રાખવા માટેનું ખાસ તંત્ર વિકસિત કર્યું છે. કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહ 17 સપ્ટેમ્બરે તેનું ઔપચારિક ઉદ્ધાટન કરશે. 
fallbacks
તુરંત મળશે માહિતી
સીમા પર કોઇ પણ પ્રકારની અનિચ્છનીય અથવા અસામાન્ય હરકતની સ્થિતીમાં અમે આ તંત્રની મદદથી તાત્કાલીક માહિતી મળશે અને જરૂરિયાતમાં સમયે અમે ફટાફટ પ્રતિક્રિયા આપી શકીશું. શર્માએ કહ્યું કે, શિયાળો, ઉનાળો, ચોમાસુ, બરફવર્ષા તમામ પ્રકારનાં પ્રતિકુળ વાતાવરણમાં પણ સરહદોની 24 કલાક રક્ષા કરનાર બીએસએફને આ યંત્રના કારણે ઘણી મદદ મળશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More