નવી દિલ્હી: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી(Maharashtra Assembly Elections 2019)નો પ્રચાર અંતિમ તબક્કામાં છે. પ્રચારના પડઘમ થમવામાં માત્ર 48 કલાક બાકી છે. છેલ્લા તબક્કામાં દરેક પક્ષ પોતાના તાકાત ઝોંકી રહ્યો છે. પીએમ મોદીની આજે મહારાષ્ટ્રમાં એક રેલી છે. ભાજપ અધ્યક્ષ અમિત શાહની આજે મહારાષ્ટ્રમાં ચાર રેલીઓ છે. વિધાનસભા ચૂંટણીમાં કુલ 3237 ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં છે. ચૂંટણી પંચ દ્વારા ગુરુવારે જાહેર કરાયેલી સૂચના મુજબ સૌથી વધુ બેઠકો પર માયાવતીની બહુજન સમાજ પાર્ટી (BSP) ચૂંટણી લડી રહી છે. બીએસપી 262 બેઠકો પર જ્યારે ભાજપ 164 બેઠકો પર ચૂંટણી લડી રહ્યાં છે. જો કે ભાજપના નિશાન પર 14 ગઠબંધન ઉમેદવારો પણ ચૂંટણી લડી રહ્યાં છે. ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટી 16, માર્ક્સવાદી કોમ્યુનિસ્ટ પાર્ટી આઠ બેઠકો પર ચૂંટણી લડી રહ્યાં છે.
એક સમયે આ કોંગ્રેસ MLAના રાહુલ ગાંધી સાથે લગ્નની થતી હતી અટકળો, હવે અચાનક આવ્યાં ચર્ચામાં
આ બાજુ કોંગ્રેસ 147, મહારાષ્ટ્ર નવ નિર્માણ સેના 101, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી(NCP) 121 બેઠકો પર ચૂંટણી લડી રહ્યાં છે. શિવસેના 124 બેઠકો પર ચૂંટણી લડી રહી છે. અપક્ષ ઉમેદવારોની સંખ્યા 1400 છે. 3001 પુરુષ અને 235 મહિલા ઉમેદવારો મેદાનમાં છે.
જુઓ LIVE TV
અત્રે જણાવવાનું કે મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી માટે 21 ઓક્ટોબરના રોજ મતદાન યોજાનાર છે. જ્યારે 24મી ઓક્ટોબરે ચૂંટણીના પરિણામ આવશે. રાજ્યમાં કુલ 89722019 મતદારો માટે મતદાન કરવા 96661 મતદાન કેન્દ્રોની વ્યવસ્થા કરવામાં આવી છે.
(ઈનપુટ-એજન્સી આઈએએનએસ)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે