Budget 2025 income Tax : નાણામંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં બજેટ 2025 રજૂ કર્યું. બજેટમાં દરેક વિભાગનું ધ્યાન રાખવામાં આવ્યું હતું. મોદી સરકારનું બજેટ ગરીબી, યુવાનો, ખેડૂતો અને ગરીબો પર કેન્દ્રિત છે. નાણાપ્રધાને પોતાના બજેટની શરૂઆતમાં મધ્યમ વર્ગનો ઉલ્લેખ કરતા જ મધ્યમ વર્ગ માટે સસ્તી અને મોંઘી વસ્તુઓની યાદી જાહેર કરી એટલું જ નહીં, આ સાથે તેમણે સૌથી મોટી જાહેરાત કરી, જેની મધ્યમ વર્ગ રાહ જોઈ રહ્યો હતો.
બજેટમાં અત્યાર સુધીની સૌથી મોટી જાહેરાતો
12 લાખ સુધીની કમાણી પર કોઈ ટેક્સ નથી
નાણામંત્રીએ આ બજેટમાં સૌથી મોટી જાહેરાત કરી છે. હવે વાર્ષિક 12 લાખ રૂપિયા સુધીની કમાણી કરનારાઓએ કોઈ ટેક્સ ચૂકવવો પડશે નહીં.
Budget 2025 ની જાહેરાત : શું સસ્તું થયું? જુઓ#UnionBudget2025 #NirmalaSitharaman #Budget2025 #BudgetOnZee #ZEE24KALAK pic.twitter.com/vcCF86mmZD
— Zee 24 Kalak (@Zee24Kalak) February 1, 2025
ગંભીર રોગો માટેની 36 દવાઓ ડ્યૂટી ફ્રી
નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે 36 જીવનરક્ષક દવાઓ પરનો ડ્યૂટી ટેક્સ સંપૂર્ણપણે નાબૂદ કરવામાં આવશે. તમામ સરકારી હોસ્પિટલોમાં કેન્સર ડે કેર સેન્ટર બનાવવામાં આવશે. કેન્સરની સારવાર માટેની દવાઓ સસ્તી થશે. 6 જીવનરક્ષક દવાઓ પરની કસ્ટમ ડ્યુટી ઘટાડીને 5 ટકા કરવામાં આવશે.
સ્ટાર્ટઅપ્સ માટે ફંડની જાહેરાત કરી
નાણાપ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું કે સ્ટાર્ટઅપ માટે સરકારના 10,000 કરોડ રૂપિયાના યોગદાનથી ભંડોળની વ્યવસ્થા કરવામાં આવશે. તેમણે એમ પણ કહ્યું કે સરકાર પ્રથમ વખત પાંચ લાખ મહિલાઓ, એસસી અને એસટી ઉદ્યોગ સાહસિકોને 2 કરોડ રૂપિયાની લોન આપશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે