Home> India
Advertisement
Prev
Next

બુરાડી કેસ: લલિતે મોતની રાત્રે રજીસ્ટરમાં લખ્યું મંગળ, બુધ, શુક્ર, શનિ...

પોલીસને 30 જુને લખવામાં આવેલા અંતિમ રજીસ્ટરના પન્ના મળી આવ્યા છે જેમાં ચાર શબ્દો લખેલા છે

બુરાડી કેસ: લલિતે મોતની રાત્રે રજીસ્ટરમાં લખ્યું મંગળ, બુધ, શુક્ર, શનિ...

નવી દિલ્હી : બુરાડીમાં 11 રહસ્યમયી મોતના વણઉકેલ્યા રહસ્યો ઉકેલવા માટે પોલીસ સતત પોતાની તપાસ ઝડપી બનાવી દીધી છે. આ મોતની તપાસ દિલ્હી પોલીસની ક્રાઇમબ્રાંચ કરી રહી છે અને આ કેસમાં રોજ નવી -નવી વાત તપાસ દરમિયાન સામે આવી રહી છે. આ કેસમાં રોજ નવી નવી વાતો વાતો તપાસ દરમિયાન સામે આવી રહી છે. ક્રાઇમ બ્રાન્ચની ટીમ શુક્રવારે એકવાર ફરીથી તે ઘરે તપાસ માટે પહોંચી અને નાટ્ય રૂપાંતરણ કર્યા બાદ 9 સ્ટૂલ અને તાર પોતાની સાથે લઇ ગઇ જેનો અંદેશો છે કે આત્મહત્યા માટે તેનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. 

fallbacks

ક્રાઇમબ્રાંચના સીનિયર અધિકારીએ જણાવ્યું કે પરિવારનાં સભ્યોની કોલ ડિટેલ આવી ગઇ છે. જેમાં આખરી કોલ લલિતના મકાન બનાવનારા કોન્ટ્રાક્ટરને કરવામાં આવ્યા હતા. બીજી તરફ પરિવારનાં સભ્યોએ 30  જુનની રાત્રે 8થી 9 વાગ્યા વચ્ચે ઘણા કોલ કરવામાં આવ્યો હતો. બીજી તરફ પોલીસને 30 જુને લખાયેલુ રજીસ્ટરનું અંતિમ પેજ મળ્યું જેમાં ચાર શબ્દ લખ્યા છે. તેમાં મંગળ, બુધ, શુક્ર અને શનિનો ઉલ્લેખ છે. હવે પોલીસ આ આખરી શબ્દોની પણ તપાસ કરી રહી છે કે આખરે તેની પાછળનું રહસ્ય શું છે. 

હવે પોલીસ આ આખરી શબ્દોની પણ તપાસ કરી રહી છે કે આખરે તેની પાછળનું રહસ્ય શું છે. તે ઉપરાંત પોલીસ તપાસ દરમિયાન બે સીસીટીવી હાથ લાગ્યા છે. જેમાં પરિવારના લોકો સ્ટૂલ લઇ જતા જોવા મળી રહ્યા છે. Zee News ને મળેલા અન્ય બીજા સીસીટીવી 28 જુનની સાંજે 7.35 મિનિટની છે. જ્યારે લલિતની પત્ની ટીના બે બ્રાઉન કલરના સ્ટૂલ અને ભુપ્પીનો પુત્ર ધ્રુવ 2 સ્ટુલ ઘરે લઇ જતા જોવા મળ્યા છે. આ મુદ્દે તપાસ કરી રહેલ ક્રાઇમ બ્રાન્ચમાં ઇન્સપેક્ટર સતીષ પોતાની ટીમની સાથે પહોંચ્યા અને ઘરમાં ઘટનાનું નાટ્ય રૂપાંતર કર્યું અને રૂમનો નક્શો પણ તૈયાર કર્યો. આશરે ડોઢ કલાક બાદ ટીમ 9 સ્ટૂલ બ્રાઉન અને ગ્રીન કલરના પોતાની સાથે લઇ ગયા. 

પોલીસે તેમ પણ કહ્યું કે શરૂઆતમાં રુચી નહી લીધા બાદ હવે કેટલાક સંબંધીઓ લલિતના વ્યવહાર અંગે વાતો કરવા લાગ્યા છે. લલિતની પત્ની ટીનાએ પોતાની બહેનો અને અન્ય કેટલાક સંબંધીઓને કહ્યું હતુ કે લલિતમાં ક્યારેક ક્યારેક તેનાં પિતાની આત્મા આવે છે. હાલ તેમણે દાવો કર્યો કે તેમણે ક્યારે પણ આ વિચિત્ર રીતે વ્યવાહાર કરતી નથી જોઇ.તેમણે ક્યારે પણ વિચાર્યુ નહોતું કે આ ચિંતાની વાત હોઇ શકે છે. કારણ કે તેના વ્યવહારનાં કારણે તેના પરિવારનાં કોઇ પણ સભ્યને કોઇ નુકસાન નહોતું થયું. છેલ્લા 11 વર્ષોમાં સમૃદ્ધ થયો જ્યારે લલિત તે ભ્રાંતિઓમાં પડવા લાગ્યો. હાલ લલિતના ભાઇ અને બહેનનને આ અંગે કંઇ પણ જાણ નથી જે રાજસ્થાન અને હરિયાણામાં રહે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More