Home> India
Advertisement
Prev
Next

ભીષણ ગરમીનું નવું Alert, 2030 સુધી ગુજરાત સહિત ભારતના આ શહેરોમાં હીટવેવના દિવસો બમણા થશે, વરસાદ પણ તબાહી મચાવશે

Heat Waves: ઉત્તર ભારતના ઘણા રાજ્યો આ સમયે ભીષણ ગરમી અને હીટવેવની સમસ્યાનો સામનો કરી રહ્યાં છે. તેવામાં જળવાયુ પરિવર્તન સાથે જોડાયેલા નવા રિપોર્ટમાં ચેતવણી જાહેર કરવામાં આવી છે કે ગરમીની ઉંમર વધવાની છે.
 

 ભીષણ ગરમીનું નવું Alert, 2030 સુધી ગુજરાત સહિત ભારતના આ શહેરોમાં હીટવેવના દિવસો બમણા થશે, વરસાદ પણ તબાહી મચાવશે

New Alert for 2030: જળવાયુ પરિવર્તનના નવા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે આગામી 5 વર્ષમાં એટલે કે 2030 સુધી દિલ્હી, મુંબઈ, ચેન્નઈ, સુરત, ઠાણે, પટના, હૈદરાબાદ અને ભુવનેશ્વર જેવા શહેરોમાં હીટવેવના દિવસો બમણા થઈ જશે. IPE Global અને એસરી ઈન્ડિયાના રિચર્સમાં ગરમ દિવસો વધવાનો દાવો કરવામાં આવ્યો છે. રિપોર્ટ અનુસાર લાંબા સમય સુધી હીટવેવ રહેવાને કારણે વરસાદ ખૂબ અનિયમિત અને વધુ રહેવાની સંભાવના વધી જશે.

fallbacks

ભારતમાં 15 ગણી ગરમી વધી
અભ્યાસ અનુસાર છેલ્લા ત્રણ દાયકામાં (1993થી 2024) ભારતમાં માર્ચ-એપ્રિલ અને જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર મહિનામાં હાઈ ગરમીના દિવસોમાં 15 ગણો વધારો થયો છે. આ સિવાય પાછલા દાયકામાં તો ગરમીના દિવસોમાં 19 ગણાનો વધારો જોવા મળ્યો છે. ભારતમાં ચોમાસામાં વરસાદ સિવાયના દિવસોને છોડી ગરમી જેવી સ્થિતિ જોવા મળી રહી છે.

આ પણ વાંચોઃ ગુજરાતની નજીક પહોંચ્યું ચોમાસું!, ત્રણ દિવસ 15થી વધુ જિલ્લાઓમાં વરસાદની આગાહી

વરસાદમાં 43 ટકાનો વધારો
સાથે અભ્યાસમાં તે પણ કહેવામાં આવ્યું છે કે 2030 સુધી વધુ વરસાદની ઘટનાઓમાં 43 ટકાનો વધારો થવાની આશંકા છે. તેના કારણે દેશના ઘણા ભાગ ખૂબ ગરમ અને ભેજવાળા (Humid) થઈ જશે. ભારતના 10માંથી 8 જિલ્લા વધુ વરસાદનો સામનો કરશે. આ રિસર્ચ ક્લાઇમેટ રિસ્ત ઓબ્ઝર્વેર્ટરી ટૂલ પર આધારિત છે. તેને એસરી ઈન્ડિયા (ESRI India) અને  IPE Global દ્વારા વિકસિત કરવામાં આવ્યું છે.

આ રિસર્ચના મુખ્ય લેખલ જણાવે છે કે તેનો નિષ્કર્ષ છે કે 2030 સુધી સ્થિતિ વધુ ગંભીર થઈ શકે છે. અલ નીનો, લા નીનો જેવી હવામાન સંબંધિત ઘટનાઓ વધશે, જેના કારણે ગરમી, વરસાદ, પૂર અને તોફાન જેવી આપદાઓમાં અચાનક વધારો થશે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More