Home> India
Advertisement
Prev
Next

દિલ્હીમાં હવે હશે માત્ર એક મેયર, ત્રણેય એમસીડીના વિલયને મોદી કેબિનેટે આપી મંજૂરી

દિલ્હીમાં ત્રણેય મ્યુનિસિપલ કોર્પોરેશનને એક કરવાના બિલ પર મોદી સરકારે મહોર લગાવી દીધી છે. હવે આ બિલને લોકસભામાં રજૂ કરવામાં આવશે. 

દિલ્હીમાં હવે હશે માત્ર એક મેયર, ત્રણેય એમસીડીના વિલયને મોદી કેબિનેટે આપી મંજૂરી

નવી દિલ્હીઃ દિલ્હીના ત્રણેય મ્યુનિસિપલ કોર્પોરેશનને એક કરવાના બિલને મોદી કેબિનેટે મંજૂરી આપી દીધી છે. હવે આ બિલને સંસદમાં રજૂ કરવામાં આવી શકે છે. સંસદમાં બિલ પાસ થયા બાદ દિલ્હીમાં ત્રણની જગ્યાએ માત્ર એક મેયર હશે. આ સિવાય નોર્થ, સાઉથ અને ઈસ્ટના બદલે માત્ર એક કોર્પોરેશન હશે. 

fallbacks

મહત્વનું છે કે માર્ચમાં એમસીડી ચૂંટણીની તારીખોની જાહેરાત થવાની હતી પરંતુ આ કારણે અત્યાર સુધી જાહેરાત કરવામાં આવી નહીં. ત્યારે ચૂંટણી પંચે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર ત્રણેય એમસીડીને એક કરી શકે છે. 

દિલ્હી કોર્પોરેશનની ચૂંટણી 18 મે પહેલાં પૂર્ણ કરાવવાની છે અને રાજ્ય ચૂંટણી પંચને એક મહિનાનો સમય પણ જોઈએ જેથી તે તારીખોની જાહેરાત કરી શકે. તેવામાં સંસદ કોઈપણ નિર્ણય તારીખોને ધ્યાનમાં રાખી કરશે. જેથી સંસદે 16 એપ્રિલ પહેલાં નિર્ણય લેવો પડશે. 

દિલ્હીમાં કોર્પોરેશનની ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટીએ સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો છે. આપે વિનંતી કરી છે કે એમસીડી ચૂંટણી યોગ્ય સમયે યોજવામાં આવે. 

આ પણ વાંચોઃ અખિલેશ યાદવ અને આઝમ ખાને લોકસભામાંથી આપ્યું રાજીનામુ, જાણો શું છે કારણ  

ચૂંટણીથી ભાગી રહી છે ભાજપઃ આપ
દિલ્હીમાં કોર્પોરેશનની ચૂંટણી ટાળવા અને ભાજપ પર ચૂંટણીથી ભાગવાનો આરોપ આમ આદમી પાર્ટીએ લગાવ્યો છે. આ આરોપ પર ભાજપ પ્રદેશ મહામંત્રી કુલજીત ચહલે કહ્યુ હતુ કે 4 વિધાનસભા ચૂંટણીમાં ડિપોઝિટ જપ્ત કરાવનારી પાર્ટી કોન્ફિડન્સમાં છે. તો દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ દાવો કરી ચુક્યા છે કે હાલ એમસીડી ચૂંટણી થઈ તો ભાજપ માત્ર 50 સીટો પર સમેટાઈ જશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More