Home> India
Advertisement
Prev
Next

સાવધાન! મહિલાને 'ડાર્લિંગ' શબ્દ બોલતા પહેલા હજારવાર વિચાર કરજો, જેલભેગા થઈ જશો, હાઈકોર્ટે શું કહ્યું તે જાણો

જો તમને પણ ડાર્લિંગ કહેવાની આદત હોય તો તે તમને ભારે પડી શકે છે, જેલ સુદ્ધા  પહોંચાડી શકે છે. કેવી રીતે? તો ખાસ જાણો આ અહેવાલ....

સાવધાન! મહિલાને 'ડાર્લિંગ' શબ્દ બોલતા પહેલા હજારવાર વિચાર કરજો, જેલભેગા થઈ જશો, હાઈકોર્ટે શું કહ્યું તે જાણો

કલકત્તા હાઈકોર્ટે કહ્યું છે કે જો કોઈ વ્યક્તિ કોઈ અજાણી મહિલાને ડાર્લિંગ કહે તો તેને યૌન ઉત્પીડનનો ગુનેહગાર ગણવામાં આવશે અને ભારતીય દંડ સંહિતાની કલમ 354એ હેઠળ તેણે જેલમાં જવું પડી શકે છે. તથા દંડ પણ ભરવો પડી શકે છે. હાઈકોર્ટની પોર્ટ બ્લેયર પીઠના જજ જસ્ટિસ જય સેનગુપ્તાએ કહ્યું કે  ભલે આરોપીએ દારૂ પીધેલો હોય કે કોઈ પણ સ્થિતિમાં હોય પરંતુ જો તેણે કોઈ અજાણી વ્યક્તિને ડાર્લિંગ કહ્યું તો તેને સેક્સ્યુઅલ હેરેસમેન્ટનો દોષિત ગણવામાં આવશે. 

fallbacks

સજાનો હકદાર
આ સાથે જ જસ્ટિસ સેનગુપ્તાએ અરજીકર્તા આરોપી જનકરામની સજા પણ યથાવત રાખી જેમાં તેણે નશાની હાલતમાં પકડાયા બાદ એક મહિલા પોલીસ અધિકારી (ફરિયાદકર્તા)ને કહ્યું હતું કે, 'શું ડાર્લિંગ ચલણ કાપવા માટે આવી છે કે શું?' બાર એન્ડ બેન્ચના એક રિપોર્ટ મુજબ જસ્ટિસ સેનગુપ્તાએ કલમ 354એ (એક મહિલાની ગરીમાને ઠેસ પહોંચાડવી)નો ઉલ્લેખ  કરતા કહ્યું કે આરોપીની મહિલા પોલીસ અધિકારી પર  કરવામાં આવેલી ટિપ્પણી યૌન ટિપ્પણીઓના દાયરામાં આવે છે અને આ જોગવાઈ દોષિતને સજાનો હકદાર બનાવે છે. તેમણે કહ્યું કે રસ્તા પર કોઈ અજાણી મહિલાને  પછી ભલે તે પોલીસ કોન્સ્ટેબલ કેમ ન હોય પરંતુકોઈ વ્યક્તિ દવારા ડાર્લિંગ કહીને સંબોધિત કરી શકાય નહીં. 

નશામાં ન હોય તો ગુનો વધુ ગંભીર
જસ્ટિસ સેનગુપ્તાએ કહ્યું કે, 'કોઈ પણ વ્યક્તિ ભલે દારૂના નશામાં હોય કે ન હોય તે કોઈ પણ અજાણી મહિલાને ડાર્લિંગ શબ્દથી સંબોધિત કરી શકે નહીં. જો તેણે આમ કર્યું તો સ્પષ્ટ રીતે તે અપમાનજનક છે અને તેના શબ્દ મૂળ રીતે એક યૌન ટિપ્પણી છે.' જો કે કોર્ટમાં આરોપીએ દાવો કર્યો હતો કે આ વાતનો કોઈ પુરાવો નથી કે તે ટિપ્પણી વખતે નશામાં હતો. 

જેના પર કોર્ટે કહ્યું કે જો આરોપીએ આ શાંત અવસ્થામાં રહીને મહિલા ઓફિસર પર ટિપ્પણી કરી હોય તો અપરાધ વધુ ગંભીર બની જાય છે. જસ્ટિસ સેનગુપ્તાએ કહ્યું કે તમે કોઈ પણ રસ્તે જતી અજાણી મહિલાને ડાર્લિંગ કહો તેની આપણો સમાજ મંજૂરી આપતો નથી. અત્રે જણાવવાનું કે સેક્સ્યુઅલ હેરેસમેન્ટ કેસમાં દોષિતને પાંચ વર્ષની જેલની સજા કે દંડ અથવા બંને થઈ શકે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More