Home> India
Advertisement
Prev
Next

Vaccine Diplomacy આગળ કેનેડાએ ટેક્યા ઘૂંટણ? Farmers Protest પર કરી ભારતની પ્રશંસા

કિસાન આંદોલનના (Farmers Protest) મુદ્દા પર અત્યાર સુધી તેવર દેખાડી રહેલી કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રૂડોના સૂર બદલાતા જોવા મળી રહ્યા છે. ભારતની વેક્સીન ડિપ્લોમેસીની સામે ઝૂકતા જસ્ટિન ટ્રૂડોએ કહેવ ખેડૂત આંદોલનના મુદ્દા પર ભારત સરકારની પ્રશંસા કરી છે

Vaccine Diplomacy આગળ કેનેડાએ ટેક્યા ઘૂંટણ? Farmers Protest પર કરી ભારતની પ્રશંસા

નવી દિલ્હી: કિસાન આંદોલનના (Farmers Protest) મુદ્દા પર અત્યાર સુધી તેવર દેખાડી રહેલી કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રૂડોના સૂર બદલાતા જોવા મળી રહ્યા છે. ભારતની વેક્સીન ડિપ્લોમેસીની સામે ઝૂકતા જસ્ટિન ટ્રૂડોએ કહેવ ખેડૂત આંદોલનના મુદ્દા પર ભારત સરકારની પ્રશંસા કરી છે. એટલું જ નહીં ટ્રૂડોએ એમ પણ કહ્યું છે કે, તેમની સરકાર તેમના દેશમાં ભારતીય રાજદ્રારીઓને સંપૂર્ણ સુરક્ષા આપશે.

fallbacks

જસ્ટિન ટ્રૂડોએ ભારતની કરી પ્રશંસા
ભારતના વિદેશ મંત્રાલયના (MEA) પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવે કહ્યું કે, 'કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રૂડોએ ખેડૂત આંદોલન પર વાટાઘાટ માટે ભારત સરકારના પ્રયત્નોની પ્રશંસા કરી છે. આ સિવાય તેમણે કહ્યું હતું કે તેમની સરકાર કેનેડામાં ભારતના રાજદ્વારીઓ અને કેમ્પસની સુરક્ષા સુનિશ્ચિત કરશે.

આ પણ વાંચો:- સરકારની ચેતવણી બાદ હરકતમાં આવ્યું Twitter, કરી આ મોટી જાહેરાત

ભારતે કેનેડિયન રાજદ્વારીને પાઠવ્યું સમન્સ
આ પહેલા બુધવારે કેનેડાના પ્રધાનમંત્રી ટ્રૂડોએ ભારત સરકારને કોરોના વેક્સીન પૂરી પાડવા અપીલ કરી હતી. આના પર પીએમ મોદીએ ભારત તરફથી તમામ શક્ય મદદનું આશ્વાસન આપ્યું હતું. કેનેડાના પ્રધાનમંત્રીએ ડિસેમ્બરની શરૂઆતમાં ખેડૂત આંદોલનને સમર્થન આપ્યા પછી, બંને દેશોના સંબંધો નીચા સ્તરે પહોંચી ગયા હતા. ભારતે આ મામલે કેનેડિયન રાજદ્વારીને સમન્સ પાઠવ્યું છે. અને કહ્યું કે ટ્રૂડોનું નિવેદન ભારતની આંતરિક બાબતોમાં દખલ કરવા જેવું છે

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More