Home> India
Advertisement
Prev
Next

પીએમ મોદીની હાજરીમાં ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક, જલદી જાહેર થશે ઉમેદવારોની યાદી

બિહાર વિધાનસભા ચૂંટણી અને દેશના વિભિન્ન રાજ્યોમાં યોજાનારી પેટા ચૂંટણીને લઈને ભાજપના દિગ્ગજ નેતાઓએ રવિવારે કેન્દ્રીય ચૂંટણી સમિતિ  (Central Election Committee, CEC)ની બેઠક યોજી હતી.

પીએમ મોદીની હાજરીમાં ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક, જલદી જાહેર થશે ઉમેદવારોની યાદી

નવી દિલ્હીઃ બિહાર વિધાનસભા ચૂંટણી અને દેશના વિભિન્ન રાજ્યોમાં યોજાનારી પેટા ચૂંટણીને લઈને ભાજપના દિગ્ગજ નેતાઓએ રવિવારે કેન્દ્રીય ચૂંટણી સમિતિ  (Central Election Committee, CEC)ની બેઠક યોજી હતી. બેઠકમાં ચૂંટણીમાં ઉતારવાના ઉમેદવારોના નામો પર મંથન થયું હતું. સૂત્રોનું કહેવું છે કે ભાજપની રાષ્ટ્રીય ચૂંટણી સમિતિએ બિહાર વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોના નામ પર મહોર લગાવી દીધી છે. પાર્ટી દલદી નામોની યાદીને અંતિમ રૂપ આપીને નામોની જાહેરાત કરશે. 

fallbacks

રવિવારે મોડી સાંજે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાની અધ્યક્ષતામાં થયેલી બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બીએલ સંતોષ, કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહ, થાવરચંદ ગેહલોત, બિહાર પ્રભારી ભૂપેન્દ્ર યાદવ, બિહારના ચૂંટણી પ્રભારી દેવેન્દ્ર ફડણવીસ, મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ, રાષ્ટ્રીય સહ સંગઠન મહામંત્રી સૌદાન સિંહ, ભાજપના પ્રદેશ અધ્યક્ષ ડો. સંજય જાયસવાલ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી શાહનવાઝ હુસૈન હાજર રહ્યાં હતા. આ પહેલા સવારે 10 કલાકથી બપોરે 3 કલાક સુધી ભાજપના કોર ગ્રુપની બેઠક યોજાઇ હતી. સૂત્રો પ્રમાણે આ બેઠકમાં એક-એક સીટ પર ઉમેદવારોના નામો પર મંથન થયું હતું. 

બિહાર કોર ગ્રુપની બેઠકમાં નાયબ મુખ્યમંત્રી સુશીલ મોદી, બિહાર ભાજપ ચૂંટણી સંચાલન સમિતિના અધ્યક્ષ તથા કેન્દ્રીય મંત્રી નિત્યાનંદ રાય, બિહાર ભાજપ ચૂંટણી મેનેજમેન્ટ સમિતિના અધ્યક્ષ તથા સ્વાસ્થ્ય મંત્રી મંડલ પાન્ડેય અને સંગઠન મહામંત્રી શિવનારાયણ મહતો હાજર હતા. મહત્વનું છે કે બિહાર વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે ઉમેદવારીની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે, જે આઠ ઓક્ટોબરે સમાપ્ત થશે. તેવામાં બિહાર ચૂંટણી માટે પ્રથમ તબક્કા માટે કોઈપણ સ્થિતિમાં ઉમેદવારોના નામોને અંતિમ રૂપ આપવું જરૂરી છે. 

હાલમાં ભાજપના અધ્યક્ષે પોતાની રાષ્ટ્રીય ટીમની જાહેરાત કરી હતી, ત્યારબાદ કેન્દ્રીય ચૂંટણી સમિતિની આ પ્રથમ બેઠક છે. બિહારમાં વિધાનસભાની કુલ 243 સીટો પર ચૂંટણી થઈ રહી છે. આ સાથે આવનારા દિવસોમાં દેશના અલગ અલગ રાજ્યોમાં 56 વિધાનસભા સીટો અને એક લોકસભા સીટ પર પેટાચૂંટણી સામેલ છે. તે માટે તમામ પાર્ટીઓમાં ઉમેદવારોના નામ પર મંથન ચાલી રહ્યું છે. 

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More