નવી દિલ્હી: કોરોના વાયરસ (Coronavirus)ની સામે જંગમાં ભારતીય રેલવેએ કેપ્ટન અર્જૂનને ઉતાર્યો છે. જેની મદદથી કોરોના (Covid-19) સંક્રમિતની જાણકારી મળી શકશે. આ વાતની જાણકારી કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધને સોશિયલ મીડિયા પર આપી છે.
આ પણ વાંચો:- કોરોના સંક્ટ: PM મોદીની અધિકારીઓને સૂચના- રાજ્યો સાથે વાત કરી તૈયાર કરે ઇમરજન્સી પ્લાન
તેમણે એક ટ્વિટમાં લખ્યું કે, દુશ્મન દેખાતો નથી, પર કેપ્ટન અર્જૂનથી બચી શકશે નહીં. કોરોના સામે જંગમાં ભારતીય રેલવેની આરપીએફ ટીમે પુણેમાં રોબોટ કેપ્ટન અર્જુન ઉતાર્યો છે. ટેકનીક દ્વારા આ જંગને જીવકાની આરપીએફ (RPF)ની આ પહેલ પ્રશંસનીય છે. કેપ્ટન અર્જુન એક ખાસ પ્રકારનો રોબોટ છે. જે પુણેમાં પ્લેટફોર્મ પર આવનારા તમામ યાત્રીઓનું સ્ક્રીનિંગ કરશે.
આ પણ વાંચો:- શું કોરોનાનો સામનો કરવા મદદરૂપ છે આ દવાઓ? જાણો શું છે વાયરલ પ્રિસ્ક્રિપ્શનનું સત્ય
दुश्मन दिखता नहीं, पर कैप्टन अर्जुन से छिपता नहीं !#COVID19 के खिलाफ़ ज़ंग में भारतीय रेलवे के @RPF_INDIA ने पुणे में #robot कैप्टन अर्जुन को उतारा है।
तकनीक के जरिए इस ज़ंग को जीतने की #RPF की यह पहल सराहनीय है।@PiyushGoyal @RailMinIndia @MoHFW_INDIA #IndiaFightsCorona pic.twitter.com/o8776has6G
— Dr Harsh Vardhan (@drharshvardhan) June 13, 2020
તમને જણાવી દઇએ કે, દેશમાં કોરોના (COVID-19)ના કેસ સતત ઝડપથી વધી રહ્યાં છે. કોરોના સંક્રમિતોના આંકડો ભારતમાં 3 લાખને પાર કરી ગયો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, દેશમાં અત્યાર સુધી કોવિડ-29ના કુલ કેસ 3,08,993એ પહોંચી ગયા છે. જ્યારે મોતનો આંકડો વધી 8,884 થઈ ગયો છે. જો કે, રાહતની વાત એ છે કે, કોરોનાથી અત્યાર સુધીમાં 1,54,330 દર્દીઓ સાજા થયા છે. જ્યારે દુનિયામાં કોરના દર્દીઓની સંખ્યા 74 લાખથી પણ વધારે થઈ ગઇ છે. દુનિયાભરમાં કોવિડ-19 સંક્રમિતોના આકંડો વધી 74,15,319 થઈ ગયો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે