Home> India
Advertisement
Prev
Next

હાર્ટ સ્પેશિયાલિસ્ટ Dr KK Aggarwal નું કોરોનાના કારણે નિધન, AIIMS માં સારવાર હેઠળ હતા

પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત અને ઈન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA) ના પૂર્વ અધ્યક્ષ ડો.કેકે અગ્રવાલનું કોરોના સંક્રમણના કારણે નિધન થયું છે. તેમણે દિલ્હીની એમ્સ હોસ્પિટલમાં છેલ્લા શ્વાસ લીધા. કોરોના સામે લાંબી લડત લડ્યા બાદ આખરે તેઓ જિંદગીનો જંગ હારી ગયા. ડોક્ટર અગ્રવાલ 62 વર્ષના હતા અને છેલ્લા કેટલાક દિવસથી તેઓ હોસ્પિટલમાં દાખલ હતા. 

હાર્ટ સ્પેશિયાલિસ્ટ Dr KK Aggarwal નું કોરોનાના કારણે નિધન, AIIMS માં સારવાર હેઠળ હતા

નવી દિલ્હી: પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત અને ઈન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA) ના પૂર્વ અધ્યક્ષ ડો.કેકે અગ્રવાલનું કોરોના સંક્રમણના કારણે નિધન થયું છે. તેમણે દિલ્હીની એમ્સ હોસ્પિટલમાં છેલ્લા શ્વાસ લીધા. કોરોના સામે લાંબી લડત લડ્યા બાદ આખરે તેઓ જિંદગીનો જંગ હારી ગયા. ડોક્ટર અગ્રવાલ 62 વર્ષના હતા અને છેલ્લા કેટલાક દિવસથી તેઓ હોસ્પિટલમાં દાખલ હતા. 

fallbacks

કોરોના સામે જાગૃત કરી રહ્યા હતા પણ પોતે હારી ગયા
ડોક્ટર અગ્રવાલ છેલ્લા એક વર્ષથી કોવિડ મહામારી પર વીડિયો પોસ્ટ કરીને લોકોને જાગૃત કરતા હતા અને બીમારીના વિવિધ પહેલુઓ તથા તેના મેનેજમેન્ટ વિશે વાત કરતા હતા. તેમની ટ્વિટર પ્રોફાઈલ પર પોસ્ટ કરાયેલા એક નિવેદનમાં કહેવાયું છે કે તેમણે સોમવારે રાતે 11.30 વાગે આ મહામારીના કારણે દમ તોડ્યો. તેમને એક અઠવાડિયા પહેલા વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યા હતા. 

જીવન પરિચય
ડો. કે કે અગ્રવાલ પોતાના વ્યવસાયના કારણે તો દેશભરમાં વિખ્યાત હતા જ પરંતુ તેઓ પોતાની નેકદિલીના કારણે પણ જાણીતા હતા. કોરોના કાળમાં તેમણે હજારો લોકોની મદદ કરી. ગરીબો અને નબળા વર્ગના દર્દીઓની મફતમાં સારવાર કરી. ડોક્ટર અગ્રવાલ  હાર્ટકેર ફાઉન્ડેશન ઓફ ઈન્ડિયાના પ્રમુખ પણ હતા. તેમને 2005માં ડો. બીસી રોય પુરસ્કાર અને 2010માં પદ્મશ્રી મળ્યો હતો. તેમણે પોતાનું પ્રાથમિક શિક્ષણ દિલ્હીમાં અને નાગપુર યુનિવર્સિટીથી એમબીબીએસનો અભ્યાસ કર્યો હતો. 

દાવો! વૈજ્ઞાનિકોએ શોધી જબરદસ્ત 'મિસાઈલ' ટેક્નિક, કોરોના વાયરસનો 99.9% કરી શકે છે ખાતમો

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More