Home> India
Advertisement
Prev
Next

Twitter Map Controversy: ટ્વિટર ઈન્ડિયાના MD મનિષ મહેશ્વરી પર ભારતના વિવાદિત નક્શા બદલ થયો કેસ

ભારતનો ખોટો નકશો દેખાડવા બદલ ટ્વિટર ઈન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર મનિષ મહેશ્વરી પર આઈપીસીની કલમ 505(2), અને આઈટી(સંશોધન) અધિનિયમ 2008ની કલમ 74 હેઠળ કેસ દાખલ થયો છે. 

Twitter Map Controversy: ટ્વિટર ઈન્ડિયાના MD મનિષ મહેશ્વરી પર ભારતના વિવાદિત નક્શા બદલ થયો કેસ

નવી દિલ્હી: જમ્મુ અને કાશ્મીર તથા લદાખને પોતાની વેબસાઈટ પર એક અલગ દેશ તરીકે દેખાડતો મેપ ટ્વિટરે હટાવ્યો છતાં તેની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ લેતી નથી. જમ્મુ કાશ્મીર અને લદાખને ભારતથી અલગ દેખાડવાને લઈને યુપીના બુલંદશહેરમાં બજરંગ દળના એક નેતાની ફરિયાદ પર ટ્વિટર ઈન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર મનિષ મહેશ્વરી સામે કેસ દાખલ થયો છે. 

fallbacks

ન્યૂઝ એજન્સી એએનઆઈના જણાવ્યાં મુજબ ભારતનો ખોટો નકશો દેખાડવા બદલ ટ્વિટર ઈન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર મનિષ મહેશ્વરી પર આઈપીસીની કલમ 505(2), અને આઈટી(સંશોધન) અધિનિયમ 2008ની કલમ 74 હેઠળ કેસ દાખલ થયો છે. 

વિવાદિત નકંશો સામે આવતા ટ્વિટર પર ઊભા થયા હતા સવાલ
વાત જાણે એમ છે કે સોમવારે સવારે જ કંપનીની વેબસાઈટ પર આ વિવાદિત નક્શો સામે આવ્યો હતો. વેબસાઈટ પર કરિયર સેક્શનમાં 'ટ્વીપ લાઈફ' મથાળા હેઠળ આ આપત્તિજનક નક્શો દેખાડવામાં આવ્યો હતો. નવા આઈટી નિયમોને લઈને કંપનીની ભારત સરકાર સાથે ખેંચતાણ ચાલુ છે. આ બધા વચ્ચે વિવાદિત નક્શો સામે આવતા ટ્વિટરની દાનત પર સવાલ ઊભા થઈ ગઆ. કંપનીએ આ કારણે આકરી ટીકાનો સામનો કરવો પડ્યો છે. 

ભારતીયોનો ગુસ્સો જોઈ ટ્વિટરે સુધારી પોતાની ભૂલ, વિવાદિત નક્શો હટાવ્યો

ટ્વિટરે હટાવ્યો નક્શો
હાલ તો ટ્વિટરે ભારતનો આ વિવાદિત નક્શો હટાવી લીધો છે. આ અગાઉ વેબસાઈટ પર લદાખ અને જમ્મુ કાશ્મીરને ભારતથી અલગ દેશ દેખાડતો નક્શો જોવા મળ્યો હતો. જેને લઈને ભારત સરકારે પણ ટ્વિટર વિરુદ્ધ આકરું વલણ અપનાવ્યું હતું. એટલે સુધી કે કાર્યવાહી માટે તથ્યો ભેગા કરવાના આદેશ પણ આપ્યા હતા. જો કે ભારતે દબાણને પગલે ટ્વિટરે આ ખોટો નક્શો આખરે હટાવવો જ પડ્યો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More