નવી દિલ્હીઃ પૂર્વ નાણામંત્રી પી. ચિદમ્બરમની મુશ્કેલીઓ વધતી જઈ રહી છે. હાઈકોર્ટના આદેશ પછી હવે સીબીઆઈએ ચિદમ્બરમ સામે લુક આઉટ નોટિસ બહાર પાડી છે. આ અગાઉ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ પણ તેમની સામે લુક આઉટ સર્ક્યુલર બહાર પાડી ચુક્યું છે. આથી હવે જો ચિદમ્બરમ દેશ છોડવાના પ્રયાસમાં કોઈ એરપોર્ટ પર પહોંચશે તો તેમની ધરપકડ કરી લેવાશે.
ચિદમ્બરમની મુશ્કેલીઓ વધીઃ જામીન અરજી મુદ્દે ત્રણ પ્રયાસ છતાં સુપ્રીમમાં સુનાવણી થઈ શકી નહીં
ઉલ્લેખનીય છે કે, પૂર્વ નાણામંત્રી પી. ચિદમ્બરમની આગતરા જામીનની અરજી દિલ્હી હાઈકોર્ટ દ્વારા રદ્દ કરી દેવાયા પછી સીબીઆઈ અને ઈડી તેમને શોધી રહ્યા છે. વરિષ્ઠ કોંગ્રેસ નેતાને શોધી કાઢવા માટે તપાસ એજન્સીઓ તેમના મોબાઈલ ફોનનું અંતિમ લોકેશન અને સીસીટીવી ફૂટેજ ચકાસી રહી છે. ચીદમ્બરમ INX મીડિયા કેસમાં વિદેશી નાણાની હેરફેરના સંદર્ભમાં આરોપી છે.
શું છે ચિદમ્બરમનો કેસ જેના કારણે તેમના માથે લટકી રહી છે ધરપકડની તલવાર?
હાઈકોર્ટના આદેશ પછી ચિદમ્બરમે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખટખટાવ્યો હતો. જોકે, બુધવારે સુપ્રીમ કોર્ટમાં ત્રણ વખત પ્રયાસ છતાં પણ ચિદમ્બરમની અરજી સુનાવણી પર લેવાઈ ન હતી. હવે તેમની અરજી પર સુપ્રીમમાં શુક્રવારે સુનાવણી હાથ ધરાશે. આથી, ઈડી અને સીબીઆઈએ હવે તેમની સામે લુક આઉટ સર્ક્યુલર બહાર પાડ્યું છે.
જુઓ LIVE TV....
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે