નવી દિલ્હી: સીબીએસઈના ધોરણ 10નું પરિણામ જાહેર થઈ ગયું છે. જેમાં આ વખતે કુલ 13 વિદ્યાર્થીઓ ટોપર બન્યાં છે. આ 13 વિદ્યાર્થીઓમાં ગુજરાતના જામનગરનો આર્યન ઝા પણ સામેલ છે. દેશભરમાંથી કુલ 13 વિદ્યાર્થીઓના 500માંથી 499 માર્ક્સ આવ્યાં છે. 10માં ધોરણનું કુલ પરિણામ 91.1 ટકા આવ્યું છે. જેમાં ત્રિવેન્દમ રિજનમાં સૌથી વધુ 99.85 ટકા વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ પાસ થયા છે. ત્યારબાદ બીજા નંબરે ચેન્નાઈ રિજનમાં 99 ટકા અને ત્રીજા નંબરે અજમેર રિજનમાં 95.89 ટકા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ પાસ થયા છે.
13 વિદ્યાર્થીઓ બન્યા ટોપર
આ વખતે કુલ 13 વિદ્યાર્થીઓના 500માંથી 499 માર્ક્સ આવ્યાં છે. જેમાં જામનગરના આર્યન ઝાનો પણ સમાવેશ શાય છે. આર્યન જામનગરના ધિચડા રિંગ રોડ પર આવેલી નંદવિદ્યા નિકેતન શાળાનો વિદ્યાર્થી છે. જેને ધોરણ 10માં 500માંથી 499 માર્ક્સ આવ્યાં છે.
CBSE Result 2019: Class 10thનું રિઝલ્ટ જાહેર, 91.1 ટકા વિદ્યાર્થીઓ થયા પાસ
8 લાખ વિદ્યાર્થીઓએ આપી પરિક્ષા
આ પહેલા સમાચાર આવ્યા હતા કે બોર્ડ 3 વાગે પરિણામ જાહેર કરશે. પરંતુ સબીએસઇએ ત્રણ વાગ્યા પહેલા જ લગભગ 2:30 વાગે રિઝલ્ટ જાહેર કરી દીધું છે. વર્ષ 2019માં લગભગ 18 લાખ વિદ્યાર્થીઓએ પરિક્ષા આપી હતી. પાસ થવામાં વિદ્યાર્થીઓની સરખામણીમાં વિદ્યાર્થીનીઓની ટકાવારી વધુ છે. આ વખતે ગત વખતની સરખામણીમાં 2.31 ટકા છોકરીઓ વધુ પાસ થઈ છે. પાસિંગ પર્સન્ટેજ 92.45 ટકા છે. જ્યારે 90.14 ટકા છોકરાઓ પાસે થયા છે.
12th માં પાસ થયા 83.4 ટકા વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ
આ પહેલા સીબીએસઇએ 2 મે 12thનું રિઝલ્ટ જાહેર કર્યું હતું. જેમાં 83.4 ટકા વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓને સફળતા મળી હતી. બોર્ડની ચેરમેન અનીતા કરવાલે પ્રેસ કોન્ફરેન્સ દરમિયાન જણાવ્યું હતું કે, આ વખતે રેકોર્ડેડ 28 દિવસમાં રિઝલ્ટ જાહેર કરવામાં આવ્યું છે. 10thનું રિઝલ્ટને વિદ્યાર્થીઓ અને તેમના ગાર્ડિયન સીબીએસઇની સત્તાવાર વેબસાઇટ cbseresults.nic.in અને results.nic.in પર જોઇ શકે છે.
જુઓ LIVE TV
આ રીતે ચેક કરો રિઝલ્ટ
- રિઝલ્ટ ચેક કરવા માટે સૌથી પહેલા સત્તાવાર વેબસાઇટ cbse.nic.in જાઓ.
- હવે અહીં પર CBSE Classt 10th Resultની લિંક મળશે, તેના પર ક્લિક કરો.
- હેવ ઓપન થતા પેજ પર રોલ નંબર, સ્કૂલ નંબર, સેન્ટર નંબર અને એડમિટ કાર્ડ આઇડી નોંધાવી ઓકે પર ક્લિક કરો.
- ક્લિક કરવા પર રિઝલ્ટ તમારી સામે આવશે. તેને ડાઉનલોડ કરી ભવિષ્ય માટે સુરક્ષિત કરી શકો છો.
દેશના વધુ સમચારો વાંચવા માટે કરો ક્લિક...
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે