નવી દિલ્હી: કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (CBSE) ના 12મા ધોરણની પરીક્ષામાં ગુજરાત રમખાણો અંગે એક એવો પ્રશ્ન પૂછાયો કે જેને લઈને હંગામો મચી ગયો છે. મામલો સામે આવ્યા બાદ સીબીએસઈએ આ સવાલને 'અયોગ્ય' અને તેના દિશાનિર્દેશો વિરુદ્ધ ગણાવ્યો છે. આ સાથે જ CBSE એ કહ્યું છે કે આ મામલે 'જવાબદાર વ્યક્તિઓ' વિરુદ્ધ કડક કાર્યવાહી કરાશે.
શું હતો સવાલ?
CBSE ના ધોરણ 12ના સમાજશાસ્ત્રના પ્રશ્નપત્રમાં વિદ્યાર્થીઓને એ પાર્ટીનું નામ જણાવવાનું કહેવાયું જેના કાર્યકાળમાં 2002માં ગુજરાતમાં 'મુસ્લિમ વિરોધી હિંસા' થઈ હતી. સમાજશાસ્ત્ર પરીક્ષામાં Multiple Choice Questions પૂછાયું કે 2002માં ગુજરાતમાં મોટા પાયે મુસ્લિમ વિરોધી હિંસા કઈ સરકારના કાર્યકાળમાં થઈ? જવાબ માટે વિકલ્પ હતા- કોંગ્રેસ, ભાજપ, ડેમોક્રેટિક અને રિપબ્લિકન
જવાબદાર વ્યક્તિઓ વિરુદ્ધ કાર્યવાહી
સીબીએસઈએ એક અધિકૃત નિવેદનમાં કહ્યું કે બુધવારે ધોરણ 12ના સમાજશાસ્ત્રની ટર્મ એક પરીક્ષામાં એક પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો જે અયોગ્ય છે અને પ્રશ્નપત્ર તૈયાર કરવા મામલે બહારના વિષય વિશેષજ્ઞો માટે સીબીએસઈના દિશાનિર્દેશોનો ભંગ છે. સીબીએસઈ ભૂલ સ્વીકારે છે અને જવાબદાર વ્યક્તિઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરશે.
પ્રશ્નપત્રમાં સવાલોને લઈને દિશાનિર્દેશ
સીબીએસઈએ કહ્યું કે પેપર સેટ કરનારાઓ માટે સીબીએસઈના દિશાનિર્દેશ સ્પષ્ટ રીતે કહે છે કે તેમણે એ સુનિશ્ચિત કરવાનું રહેશે કે પ્રશ્ન ફક્ત એકેડેમિક ઉન્મુખ હોવા જોઈએ અને વર્ગ ધર્મ તટસ્થ હોવા જોઈએ. આ સાથે જ એવા વિષયોને સ્પર્શતા ન હોવા જોઈએ જે સામાજિક અને રાજનીતિક પસંદના આધાર પર લોકોની ભાવનાઓને ઠેસ પહોંચાડી શકે છે.
Analysis: 2024 પહેલા UPA નો 'ખેલા' ખતમ, આગામી ચૂંટણી હવે મોદી Vs મમતા હશે?
તોફાનોમાં એક હજારથી વધુ લોકોના જીવ ગયા હતા
અત્રે જણાવવાનું કે ગુજરાતમાં 2002માં ગોધરા રેલવે સ્ટેશન પાસે સાબરમતી એક્સપ્રેસ ટ્રેનની બે બોગીઓમાં આગચંપી બાદ રાજ્યમાં તોફાનો ભડકી ઉઠ્યા હતા. ટ્રેનમાં આગની ઘટનામાં 59 હિન્દુ કારસેવકો માર્યા ગયા હતા. તોફાનોમાં એક હજારથી વધુ લોકોના જીવ ગયા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે