નવી દિલ્હી : કેન્દ્રિય માધ્યમિક શિક્ષણ બોર્ડ (સીબીએસઇ)એ સોમવારને 4થી જૂનના રોજ નીટ પરીક્ષાના પરિણામની જાહેરાત કરી છે. દેશભરમાં મેડિકલ અને ડેન્ટલ કોલેજોમાં પ્રવેશ માટે આ પરીક્ષા લેવામાં આવે છે. આ પરિણામ સત્તાવાર વેબસાઇટ cbseneet.nic.in અને cbseresults.nic.in પર જોઇ શકાય છે.
કલ્પના કુમારીએ 99.99 % સાથે સમગ્ર દેશમાં ટોપ કર્યું છે. કલ્પનાએ ભૌતિકશાસ્ત્રમાં 180માંથી 171, રસાયણશાસ્ત્રમાં 180માંથી 160, જીવવિજ્ઞાનમાં 360માંથી 360 ગુણ સાથે કુલ 720 ગુણમાંથી 691 ગુણ પ્રાપ્ત કર્યા છે.
કુલ 13,26,725 પરીક્ષાર્થીઓએ નીટ પરીક્ષા આપી હતી. પાસ થનાર છાત્રોને મેરીટના આધારે દેશની માન્યતા પ્રાપ્ત એમબીબીએસ અને બીડીએસ કોલેજોમાં પ્રવેશની તક મળશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે