મધ્ય પ્રદેશના ઝાબુઆના મેઘનગર વિસ્તારમાં વહેલી પરોઢે ભીષણ અકસ્માત થયો. જેમાં 9 લોકોના મોત થયા છે. રાજસ્થાનથી સીમેન્ટ લઈને આવતો એક ટ્રક મારુતિ ઈકો કાર પર પલટી ગયો. આ અકસ્માતમાં કારનું તો પડીકું વળી ગયું. ઈકોમાં સવાર 11 લોકોમાંથી 9 લોકોના મોત થઈ ગયા. આ અકસ્માત મળસ્કે આશરે 3થી 4 વાગ્યાની વચ્ચે થયો.
મળતી માહિતી મુજબ મધ્ય પ્રદેશના ઝાબુઆ જિલ્લામાં બુધવારે મળસ્કે સીમેન્ટથી લદાયેલો ટ્રક વેન પર પલટી ગયો જેમાં 9 લોકોએ જીવ ગુમાવ્યા અને બે લોકો ઘાયલ થયા. ઝાબુઆના એસપી પદમ વિલોચન શુક્લાએ એએનઆઈને જણાવ્યું કે સીમેન્ટથી લદાયેલો ટ્રોલી ટ્રક વાહન પર પલટી ગયો જેમાં 9 લોકોના મોત થયા અને 2 લોકો ઘાયલ થયા. આ અકસ્માત મળસ્કે 3 વાગ્યાની આસપાસ થયો. અકસ્માતનો ભોગ બનેલા લોકો એક જ પરિવારના હતા અને એક લગ્ન સમારોહમાંથી પાછા ફરી રહ્યા હતા.
Madhya Pradesh | SP Jhabua, Padam Vilochan Shukla says, "Nine people died, two injured when a cement-laden trolley truck overturned and fell on their vehicle near Meghnagar in Jhabua district. The incident occurred around 3 am late last night."
— ANI (@ANI) June 4, 2025
પોલીસના જણાવ્યાં મુજબ ટ્રક મેઘનગર તહસીલ વિસ્તાર અંતર્ગત સંજેલી રેલવે ક્રોસિંગ પાસે એક હંગામી રોડથી નિર્માણધીન રેલવે ઓવર બ્રિજને પાર કરી રહ્યો હતો. ત્યારે અચાનક તેનું સંતુલન બગડી ગયું અને તે એક વેન પર પલટી ગયો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે