Home> India
Advertisement
Prev
Next

CBSE Results: ધોરણ-12નું પરિણામ જાહેર, આ સાઇટ પર જુઓ રિઝલ્ટ

બોર્ડ તરફથી આપવામાં આવેલી જાણકારી પ્રમાણે  88.78% વિદ્યાર્થીઓ ધોરણ-12 સીબીએસઈની પરીક્ષામાં પાસ થયા છે. 

CBSE Results: ધોરણ-12નું પરિણામ જાહેર, આ સાઇટ પર જુઓ રિઝલ્ટ

નવી દિલ્હીઃ સીબીએસઈએ ધોરણ-12નું પરિણામ જાહેર કરી દીધું છે. માનવ સંસાધન મંત્રી રમેશ પોખરિયાલ નિશંકે કહ્યુ કે, સીબીએસઈ બોર્ડ ધોરણ-12નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. તમે આ પરિણામ http://cbseresults.nic.in પર જોઈ શકો છો. બધા લોકોની મહેનતથી પરિણામ જાહેર થયું છે.

fallbacks

અહીં જુઓ કેન્દ્રીય મંત્રીનું ટ્વીટ

http://cbseresults.nic.in પર જોઈ શકો છો. બધા લોકોની મહેનતથી પરિણામ જાહેર થયું છે.

બોર્ડ તરફથી આપવામાં આવેલી જાણકારી પ્રમાણે  88.78% વિદ્યાર્થીઓ ધોરણ-12 સીબીએસઈની પરીક્ષામાં પાસ થયા છે. આ વર્ષે પરીક્ષામાં ત્રિવેન્દ્રમ, બેંગલુરૂ અને ચેન્નઈ પ્રદર્શનના મામલામાં ટોપ થ્રી રહ્યાં છે, આ વર્ષે જ્યાં દિલ્હી ઝોનમાં   94.39% પરિણામ આવ્યું છે, તો યુવતીઓના પરિણામની ટકાવારી 92.15 રહી છે. આ વર્ષે યુવતીઓએ યુવકો કરતા 5.96% સારૂ પ્રદર્શન કર્યું છે. 

મહત્વનું છે કે દેશમાં કોરોના વાયરસના વધતા કેસને કારણે સીબીએસઈએ બાકી રહેલી પરીક્ષા રદ્દ કરવી પડી હતી. પરંતુ સીબીએસઈએ કહ્યું કે, તે ધોરણ-12ના વિદ્યાર્થીઓ માટે એક વૈકલ્પિક પરીક્ષાનું આયોજન કરશે, જે પોતાના પરિણામમાં સુધાર કરવા ઈચ્છે છે. સ્થિતિ અનુકૂળ થવા પર વૈકલ્પિક પરીક્ષાનું આયોજન કરવામાં આવશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More