નવી દિલ્હી : આતંકવાદ અને અલગતાવાદની વિરુદ્ધ કડક પગલા ઉઠાવતા મોદી સરકારે શુક્રવારે મહત્વનો નિર્ણય લીધો હતો. કેન્દ્ર સરકારે અલગતાવાદી નેતા યાસીન મલિકનાં સંગઠન JKLF (જમ્મુ કાશ્મીર લિબરેશન ફ્રંટ) પર પ્રતિબંધ લગાવી દીધો છે. કેબિનેટની સુરક્ષા સમિતીની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો સરકારે આતંકવાદ વિરોધી કાયદા હેઠળ આ કાર્યવાહી કરી હતી.
યાસીન મલિક પર આરોપ છે કે 1994થી ભારત વિરોધી ગતિવિધિઓ ચલાવી રહ્યો છે. તે દેશના પાસપોર્ટ પર પાકિસ્તાન જતો અને ત્યાં દેશ વિરોધી ગતિવિધિઓમાં સંડોવાયેલો રહેતો હતો. જેના પગલે મોદી સરકારે જમાતે ઇસ્લામી પર પણ પ્રતિબંધ લગાવ્યો હતો. પ્રતિબંધ લાગ્યા બાદ પ્રેસ કોન્ફરન્સમાં ગૃહ સચિવે કહ્યું કે, જેકેએલએફ દેશની સુરક્ષા માટે ખતરા સમાન છે. જેના પગલે તેના પર પ્રતિબંધ લગાવવામાં આવે છે.
#जनता माफ नहीं करेगी: કોંગ્રેસનું હૃદય આતંકવાદીઓ માટે જ્યારે અમારૂ ત્રિરંગા માટે ધબકે છે
1988થી હિંસામાં સંડોવણી
સરકારે તેના પર પ્રતિબંધ લગાવતા કહ્યું કે આ સંગઠન ખીણમાં 1988થી હિંસામાં સંડોવાયેલું છે. ગૃહ સચિવના અનુસાર કાશ્મીરી પંડિતોને ખીણમાંથી ભગાવવાનો માસ્ટર માઇન્ડ યાસીન મલિક જ છે. તેનું સંગઠન કાશ્મીરમાં પથ્થરમારો કરનારા લોકોને પૈસા પુરા પાડે છે. યાસીન મલિક વિદેશથી પણ ફંડિગ પ્રાપ્ત કરે છે અને પથ્થરમારો કરનારા યુવકોને ભડકાવે છે.
લોકસભા ચૂંટણી: શિવસેનાએ 21 ઉમેદવારોનાં નામ જાહેર કર્યા, આ છે મહત્વનાં નામ
સમગ્ર ખીણમાં ત્રિરંગાનો વિરોધ કરતા હતા.
યાસીન મલિકની ગણત્રી તે અલગતાવાદી નેતાઓમાં થાય છે , જે ખીણમાં ભારત વિરોધી ગતિવિધિઓને ભડકાવતો હતો. ખીણમાં ત્રિરંગા વિરુદ્ધ અભિયાનો ચલાવતો હતો. નિષ્ણાતોનું કહેવું છે કે મલિક જેવા નેતાઓ પર પહેલા જ પ્રતિબંધ લાગી જવો જોઇતો હતો. પરંતુ આ ખુબ જ મોડી કાર્યવાહી છે. મલિકને સરકારે કરોડો રૂપિયા આપીને પાળ્યો છે.
બિહારમાં મહાગઠબંધને કરી સીટોની વહેંચણી, કોંગ્રેસને માત્ર 9 સીટો મળી
જમાત એ ઇસ્લામીને પણ પ્રતિબંધિત કર્યું હતું.
28 ફેબ્રુઆરી કેન્દ્ર સરકારે જમાત એ ઇસ્લામી (JIA) પર 5 વર્ષ માટે પ્રતિબંધ લાદી દીધો હતો. જો કે જમ્મુ કાશ્મીરનાં રાજનીતિક દળ તેના પર પ્રતિબંધ લગાવવાની માંગ સતત કરી રહ્યું છે. ગૃહમંત્રાલયની કાર્યવાહીમાં જેઇઆઇના પ્રમુખ હામિદ ફૈયાઝ સહિત 350 થી વધારે લોકોની ધરપકડ કરવામાં આવી હતી. કેન્દ્રનાં આદેશ બાદ અલગતાવાદી સંગઠનો અને તેના નેતાઓ પર કાર્યવાહી કરતા તેમની સંપત્તીઓ ટાંચમાં લેવાઇ હતી અથવા તો સીલ કરી દેવાઇ હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે