Home> India
Advertisement
Prev
Next

7મું પગારપંચઃ કર્મચારીઓને 3 વર્ષમાં થશે સૌથી વધુ ફાયદો, મોંઘવારી ભથ્થું પણ વધશે

મોદી સરકાર 2.0ના પ્રથમ બજેટ 2019માં સરકારી કર્મચારીઓ માટે કોઈ વિશેષ જાહેરાત થઈ નથી, જેમ કે ટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર થયો નથી કે, આવકવેરાની મર્યાદા પણ વધારવામાં આવી નથી 
 

7મું પગારપંચઃ કર્મચારીઓને 3 વર્ષમાં થશે સૌથી વધુ ફાયદો, મોંઘવારી ભથ્થું પણ વધશે

નવી દિલ્હીઃ મોદી સરકાર 2.0ના પ્રથમ બજેટ 2019માં સરકારી કર્મચારીઓ માટે કોઈ વિશેષ જાહેરાત થઈ નથી, જેમ કે ટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર થયો નથી કે, આવકવેરાની મર્યાદા પણ વધારવામાં આવી નથી. હવે સરકારી કર્મચારીઓ એ સમાચારની રાહ જોઈ રહ્યા છે જે તેમને દર છઠ્ઠા મહિને મળે છે, એટલે કે મોંઘવારી ભથ્થું (DA). સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર આ વખતે મોદી સરકાર મોંઘવારી ભથ્થામાં 5 ટકાનો વધારો કરી શકે છે. 

fallbacks

DAની ગણતરી કરતી એજી ઓફિસ બ્રધરહૂડ, અલાહાબાદના પૂર્વ અધ્યક્ષ અને ઓલ ઈન્ડિયા ઓડિટ એન્ડ એકાઉન્ટ્સ એસોસિએશનના આસિસ્ટન્ટ સેક્રેટરી જનરલ હરીશંકર તિવારીએ 'ઝી બિઝનેસ' સાથેની વાતચીતમાં જણાવ્યું કે, મોંઘવારી ભથ્થામાં 5 ટકાનો વધારો થવાની સંભાવના છે. કેમ કે, કન્ઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સ (CPI)માં એપ્રિલ, 2019ના આંકડામાં મોંઘવારીમાં વધારો થયો છે. જોકે, જૂન 2019ના CPIના આંકડા હજુ આવ્યા નથી. 

3 વર્ષમાં સૌથી વધુ ફાયદો થશે
જો સરકાર આ નિર્ણય લેશે તો કર્મચારીઓનો DA વધીને 17 ટકા સુધી પહોંચી જશે. 2016માં 7મું પગારપંચ લાગુ થયા પછી DAમાં આ સૌથી મોટો વધારો હશે. એટલે કે કેન્દ્રીય કર્મચારીઓને 3 વર્ષમાં સૌથી વધુ ફાયદો થશે. રાજ્ય કર્મચારી સંયુક્ત પરિષદ, યુપીના સંયોજક આર.કે. વર્માએ પણ જણાવ્યું કે, આ વખતે DAમાં વધારો થવાની સંભાવના છે, કેમ કે કેન્ઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સના એપ્રિલના આંકડામાં મોંઘવારી વધી છે. 

પત્ની સાથેની અંગત પળો સ્માર્ટ ટીવીને કારણે પોર્ન સાઈટ સુધી પહોંચી ગઈ, જાણો સુરતનો ચોંકાવનારો કિસ્સો

એપ્રિલમાં 312 હતો AICPI
મે, 2019નો 'ઓલ ઈન્ડિયા કન્ઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સ'(AICPI) વધીને 314 થઈ ગયો છે, જે એપ્રિલ અને માર્ચ 2019માં ક્રમશઃ 312 અને 309 હતો. આ આંકડા મુજબ માસિક ધોરણે જાન્યુઆરીમાં DA 13.39 ટકા હતો, જે એપ્રિલમાં વધીને 15.49 ટકા પર પહોંચી ગયો હતો. હરિશંકર તિવારીએ જણાવ્યું કે, જો જૂનમાં AICPIમાં 1 પોઈન્ટનો પણ વધારો થયો અને તે 314 પર સ્થિર રહ્યો તો પણ DAમાં 5 ટકાનો વધારો થશે. જો, તેમાં ઘટાડો થશે તો DA ઘટીને 4 ટકા થઈ શકે છે. 

જાન્યુઆરીમાં 3 ટકા વધ્યો હતો DA
જાન્યુઆરી 2019માં કેન્દ્ર સરકારે મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો કર્યો હતો. એ સમયે AICPI 307 હતો. એટલે કે માસિક આધારે DA 13.39 ટકા હતો. આ અગાઉ જુલાઈ 2019માં DAમાં બે ટકાનો વધારો કરાયો હતો. એ સમયે AICPI 301 અને DA 10.36 ટકા હતો. નિષ્ણાતોના અુસાર જો આ ઈન્ડેક્સમાં એક મહિનામાં 2 પોઈન્ટનો વધારો થાય તો DAની ગણતરી 16થી 17 ટકાના આધારે થશે. 

બાલાકોટ હવાઈ હુમલાના કારણે પાકિસ્તાનમાંથી ઘુસણખોરીમાં 43%નો ઘટાડો થયોઃ સરકાર 

શું છે આધાર વર્ષ? 
લેબર વિભાગની આધિકારિક વેબસાઈટ labourbureau.gov.in પર જણાવાયું છે કે, AICPI માટે આધાર વર્ષ 2001 છે. સરકાર ઉપભોક્તા મૂલ્ય સૂચકાંકના મે મહિનાના આંકડા 28 જુનના રોજ જાહેર કરશે. 

આવી રીતે થાય છે ગણતરી
મોંઘવારી ભથ્થાની ટકાવારી = {(છેલ્લા 12 મહિનાનો AICPI(બેઝ વર્ષ-2001=100)ની સરેરાશ - 115.76)/ 115.76} x 100

જૂઓ LIVE TV...

ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More