Home> India
Advertisement
Prev
Next

India-Pak મેચ રદ થશે? જમ્મૂ-કાશ્મીરમાં આતંકવાદી ઘટનાઓની વચ્ચે કેંદ્રીય મંત્રીનું મોટું નિવેદન

જમ્મૂ-કાશ્મીરમાં પાકિસ્તના પ્રાયોજિત આતંકવાદી ઘટનાઓ વચ્ચે ટી-20 વર્લ્ડકપમાં યોજાનાર ભારત-પાકિસ્તાન મેચને રદ કરવાની માંગ તેજ થઇ રહી છે. હવે આ મામલે કેંદ્રીય મંત્રી ગિરિરાજ સિંહ (Giriraj Singh) એ મોટું નિવેદન આપ્યું છે.

India-Pak મેચ રદ થશે? જમ્મૂ-કાશ્મીરમાં આતંકવાદી ઘટનાઓની વચ્ચે કેંદ્રીય મંત્રીનું મોટું નિવેદન

નવી દિલ્હી: જમ્મૂ-કાશ્મીરમાં પાકિસ્તના પ્રાયોજિત આતંકવાદી ઘટનાઓ વચ્ચે ટી-20 વર્લ્ડકપમાં યોજાનાર ભારત-પાકિસ્તાન મેચને રદ કરવાની માંગ તેજ થઇ રહી છે. હવે આ મામલે કેંદ્રીય મંત્રી ગિરિરાજ સિંહ (Giriraj Singh) એ મોટું નિવેદન આપ્યું છે. ગિરિરાજ સિંહે કહ્યું કે જ્યારે સંબંધ સારા નથી તો તેના પર ફરી એકવાર પુનર્વિચાર કરવાની જરૂર છે.  

fallbacks

કોંગ્રેસ પર નિશાન
જોકે ગિરિરાજ સિંહ (Giriraj Singh) આજે જોધપુર કેંદ્રીય જળ શક્તિ મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતના ઘરે શોકસભામાં સામેલ થવા પહોંચ્યા. અહીં નિકળ્યા બાદ તેમણે કોંગ્રેસ પર જોરદાર નિશાન તાક્યું. તેમણે કહ્યું કે દેશમાં કોંગ્રેસ બેવડું રાજકારણ કરી રહી છે. રાજસ્થાનમાં વાલ્મિકી સમાજ, એસસીએસટીના લોકો સાથે અત્યાચાર થઇ રહ્યા છે. મહિલાની સાથે બળાત્કાર થઇ રહ્યા છે અને જમ્મુ કાશ્મીરમાં હિંદુઓને ટાર્ગેટ કરીને મારવામાં આવી રહ્યા છે. આ મુદ્દાઓ પર કોંગ્રેસ કંઇ બોલતી નથી પરંતુ લખીમપુરમાં જઇને રાજકારણ કરે છે. 

સપનાનું ઘર, ગાડી લેવી થઇ સસ્તી! આ બેન્કએ Home-Auto Loan કરી સસ્તી

'આતંકવાદનો ચહેરો હવે સ્પષ્ટ થશે'
ગિરિરાજ સિંહ (Giriraj Singh) એ કહ્યું કે આગામી સમયમાં કોંગ્રેસનું નામોનિશાન જ ભારતની ધરતી પરથી સાફ થઇ જશે. આતંકવાદનો ચહેરો હવે સાફ થશે. જમ્મૂ કાશ્મીરમાં હિંદુઓ પર થઇ રહેલા હુમલાને લઇને આગામી દિવસોમાં યોજાનાર ભારત પાકિસ્તાન વચ્ચેની મેચ વિશે કહ્યું કે જ્યારે પાકિસ્તાન સાથે સંબંધ સારા નથી તો મેચ પર ફરી એકવાર પુનર્વિચાર કરવો જોઇએ. 
fallbacks

PAK તમને જણાવી દઇએ કે ભારત-પાકિસ્તાન વચ્ચે 24 ઓક્ટોબરના રોજ T-20 વર્લ્ડકપમાં મુકાબલો યોજાવવાનો છે. પરંતુ આ દરમિયાન જમ્મૂ કાશ્મીરમાં પાકિસ્તાન તરફથી સતત નાપાક હરકતો કરવામાં આવી રહી છે. ઘાટીમાં સામાન્ય નાગરિકોને ટાર્ગેટ બનાવવામાં આવી રહ્યા છે. ગત 10 દિવસોમાં જ સેનાની 9 આતંકવાદીઓ સાથે થયેલા ઘર્ષણમાં 13 આતંકવાદીઓને મોતને ઘાટ ઉતાર્યા. સેનાની સખત કાર્યવાહીના જડબાતોડ જવાબ બાદ પણ પાકિસ્તાન તરફથી સતત આતંકવાદીઓની ઘૂસણખોરી કરવામાં આવી રહી છે. પાકિસ્તાનની આ નિર્બળતાથી લોકોમાં ગુસ્સો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More