Home> India
Advertisement
Prev
Next

CBI અને ED ના ડાયરેક્ટર્સનો કાર્યકાળ 5 વર્ષ સુધી વધારી શકાશે, અધ્યાદેશ લાવી કેન્દ્ર સરકાર

અત્યાર સુધી બંને કેન્દ્રીય એજન્ડીઓના ડાયરેક્ટરોનો કાર્યકાળ બે વર્ષનો હતો. કેટલાક અપવાદોને છોડીને કાર્યકાળ પૂરો થવા સુધી તેને હટાવી શકાય નહીં.

CBI અને ED ના ડાયરેક્ટર્સનો કાર્યકાળ 5 વર્ષ સુધી વધારી શકાશે, અધ્યાદેશ લાવી કેન્દ્ર સરકાર

નવી દિલ્હીઃ સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI) અને ઇન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ (ED) ના ડાયરેક્ટર્સનો કાર્યકાળ હવે 5 વર્ષ સુધી લંબાવી શકાશે. કેન્દ્ર સરકારે તે માટે અધ્યાદેશ જાહેર કર્યો છે. હાલના સમયમાં કેન્દ્રીય એજન્સીઓના પ્રમુખોનો કાર્યકાળ બે વર્ષનો હોય છે. 

fallbacks

અત્યાર સુધી બંને કેન્દ્રીય એજન્ડીઓના ડાયરેક્ટરોનો કાર્યકાળ બે વર્ષનો હતો. કેટલાક અપવાદોને છોડીને કાર્યકાળ પૂરો થવા સુધી તેને હટાવી શકાય નહીં. સરકાર કાર્યકાળને એક વર્ષ માટે વધારી પણ શકે છે. 

આ પણ વાંચોઃ રશિયાએ શરૂ કરી S-400 મિસાઇલ સિસ્ટમની ડિલીવરી, ભારતની સુરક્ષામાં થશે વધારો

પાછલા વર્ષે નવેમ્બરમાં કેન્દ્ર સરકારે ઈડી ડાયરેક્ટર સંજય કુમાર મિશ્રાના કાર્યકાળને એક વર્ષ સુધી વધારી દીધો હતો. મિશ્રાનો 1 વર્ષનો કાર્યકાળ નવેમ્બર 2020માં પૂરો થઈ ગયો હતો. 1997 પહેલા સીબીઆઈ ડાયરેક્ટરોનો કાર્યકાળ નક્કી નહોતો અને કોઈપણ સરકાર તેને હટાવી શકતી હતી. સુપ્રીમ કોર્ટે વિનીત નરૈન ચુકાદામાં સીબીઆઈ ડાયરેક્ટર માટે કાર્યકાળની મર્યાદા બે વર્ષ નક્કી કરી હતી, જેથી તેને કામ કરવાની આઝાદી મળે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More