Home> India
Advertisement
Prev
Next

ચંડીગઢ MMS લીકનું પગેરું ગુજરાત સુધી પહોંચ્યું, જલદી થઈ શકે છે ચોથી ધરપકડ

Hostel Girls Video Leak: ચંડગઢ MMS લીક કાંડના તાર મુંબઈ અને ગુજરાત સાથે જોડાઈ રહ્યા છે. આ મામલે ચોથા વ્યક્તિની ધરપકડ ગમે ત્યારે થઈ શકે છે. આરોપી યુવતી પાસેથી એક ડિવાઈસ મળ્યું છે જેને તપાસ માટે મોકલવામાં આવ્યું છે. આ ડિવાઈસમાં વીડિયો સેવ થતા હતા.

ચંડીગઢ MMS લીકનું પગેરું ગુજરાત સુધી પહોંચ્યું, જલદી થઈ શકે છે ચોથી ધરપકડ

Hostel Girls Video Leak: ચંડગઢ MMS લીક કાંડના તાર મુંબઈ અને ગુજરાત સાથે જોડાઈ રહ્યા છે. આ મામલે ચોથા વ્યક્તિની ધરપકડ ગમે ત્યારે થઈ શકે છે. આરોપી યુવતી પાસેથી એક ડિવાઈસ મળ્યું છે જેને તપાસ માટે મોકલવામાં આવ્યું છે. આ ડિવાઈસમાં વીડિયો સેવ થતા હતા. સોમવારે મોહાલી સ્થિત ચંડીગઢ યુનિવર્સટીની ગર્લ્સ હોસ્ટલ એમએમએસ કાંડમાં ધરપકડ કરાયેલી વિદ્યાર્થીની અને બે યુવકને કોર્ટમાં રજૂ કરાયા હતા. 

fallbacks

કોર્ટે ત્રણેયને સાત દિવસની પોલીસ રિમાન્ડમાં મોકલ્યા છે. SIT રિમાન્ડ બાદથી જ આ મામલે તપાસમાં લાગી ગઈ છે અને સોમવારે સાંજથી આરોપીઓની પૂછપરછ ચાલુ છે. SIT સાથે જોડાયેલા એક DSP એ કેમ્પસની મુલાકાત પણ લીધી હતી. જ્યાં તેમણે પૂછપરછ કરી. હવે આ મામલાના તાર મુંબઈ અને ગુજરાત સાથે પણ જોડાઈ રહ્યા છે. 

fallbacks

પોલીસ સૂત્રોના જણાવ્યાં મુજબ આરોપીઓના મોબાઈલ ફોન પર  ગુજરાત અને મુંબઈથી પણ ફોન આવ્યા છે. તેમનું તેની સાથે શું કનેક્શન છે તે અંગે SIT ટીમ પૂછપરછ કરી રહી છે. પોલીસ સૂત્રોના જણાવ્યાં મુજબ આ મામલે એક અન્ય વ્યક્તિ પણ છે જે યુવતીને બ્લેકમેઈલ કરી રહ્યો હતો. તેની ધરપકડ થવાની બાકી છે. તેને પકડવા માટે ટીમ નીકળી ચૂકી છે. આરોપી વિદ્યાર્થીની તેના બોયફ્રેન્ડ સન્નીને જે વીડિયો મોકલતી હતી તે વીડિયોને સન્ની એક ડિવાઈસમાં સ્ટોર કરતો હતો. સન્ની પાસેથી તે ડિવાઈસ રિકવર કરી લેવાયું છે અને તેને ફોરેન્સિક ટીમને મોકલી દેવાયું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More