નવી દિલ્હીઃ 16 મેના દિવસે ચંદ્રગ્રહણ થશે...16 મે ના દિવસે વૈશાખી પૂનમ પણછે..એવું મનાય છે કે ચંદ્રગ્રહણ હંમેના પૂનમના દિવસે જ થાય છે...આ વખતે ગ્રહણ સંપૂર્ણ ચંદ્રગ્રહણ હશે. એટલું જ નહીં આ દિવસે ચંદ્ર લાલ રંગમાં જોવા મળશે. તેથી તેને બ્લડ મૂન તરીકે પણ ઓળખવામાં આવે છે.
અહીં દેખાશે બ્લડ મૂન
15 મેની રાત્રે 10.28 કલાકે ચંદ્રગ્રહણ શરૂ થશે અને 16 મેના રોજ સવારે 1.55 કલાક સુધી ચાલશે. આ વખતે ચંદ્રગ્રહણ વિશ્વના ઘણા ભાગોમાં દેખાશે, પરંતુ ભારતમાં નહીં દેખાય..16 મેના રોજ થનારું ચંદ્રગ્રહણ દક્ષિણ અમેરિકા અને ઉત્તર અમેરિકાના પૂર્વ ભાગમાં દેખાશે. સાથે યુરોપ અને આફ્રિકાના કેટલાક ભાગોમાં પણ જોઈ શકાશે.
જાણો શું છે બ્લડ મૂન
વૈજ્ઞાનિકોના મતે ચંદ્રગ્રહણના દિવસે ચંદ્ર પર પૂર્ણ ગ્રહણ થાય છે ત્યારે તેને બ્લડ મૂન કહેવામાં આવે છે. ચંદ્ર સંપૂર્ણ રીતે લાલ રંગનો છે. આ એક ખગોળીય ઘટના છે. જ્યારે પૃથ્વી સૂર્ય અને ચંદ્રની વચ્ચે આવે છે અને તેનો પડછાયો ચંદ્રના પ્રકાશને અવરોધે છે ત્યારે ચંદ્રગ્રહણ થાય છે. જ્યારે ચંદ્ર પૃથ્વીની નજીક આવે છે, ત્યારે તેનો રંગ ઘેરો લાલ થઈ જાય છે. તેને બ્લડ મૂન કહેવામાં આવે છે.
આ પણ વાંચોઃ પંજાબની સુરક્ષા માટે માન સરકાર હાનિકારક, કોંગ્રેસે કેન્દ્રના દખલની કરી માંગ
જાણો ચંદ્રગ્રહણ 2022 નો સુતક સમયગાળો
16 મેના રોજ વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ થશે..તે ભારતમાં નહીં દેખાય.., ભારતમાં ચંદ્રગ્રહણ ન દેખાવાનું હોવાથી સુતક કાળ માન્ય ન હોવો જોઈએ. સુતકનો સમયગાળો ચંદ્રગ્રહણના સમયના 9 કલાક પહેલા શરૂ થાય છે. તમને જણાવી દઈએ કે ચંદ્રગ્રહણ હંમેશા પૂર્ણિમાના દિવસે થાય છે અને સૂર્યગ્રહણ અમાસના દિવસે થાય છે.
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે