Home> India
Advertisement
Prev
Next

ચંદ્રયાન-2ના લોન્ચિંગને PM મોદીએ લાઈવ જોયું, ટ્વીટ કરીને કહ્યું-કઈ રીતે સૌથી અલગ છે મિશન

ભારતે 22 જુલાઈ 2019ના રોજ બપોરે 2:43 કલાકે અંતરિક્ષની દુનિયામાં ઊંચી છલાંગ લગાવી છે.

ચંદ્રયાન-2ના લોન્ચિંગને PM મોદીએ લાઈવ જોયું, ટ્વીટ કરીને કહ્યું-કઈ રીતે સૌથી અલગ છે મિશન

નવી દિલ્હી: ભારતે 22 જુલાઈ 2019ના રોજ બપોરે 2:43 કલાકે અંતરિક્ષની દુનિયામાં ઊંચી છલાંગ લગાવી છે. શ્રી હરિકોટાના સતીષ ધવન અંતરિક્ષ કેન્દ્રથી જીએસએલવી માર્ક તૃતીય પ્રક્ષેપણ યાનથી અંતરિક્ષ યાન ચંદ્રયાન-2ને લોન્ચ કરીને ભારતે દુનિયામાં પોતાનો દમ દેખાડ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન એટલે કે ઈસરોને ચંદ્રયાન-2ના સફળ લોન્ચિંગ પર શુભેચ્છા પાઠવી. તેમણે ટ્વીટ કરીને લખ્યું કે ચંદ્રયાન 2ના સફળ લોન્ચિંગ પર સમગ્ર દેશને ગર્વ છે.

fallbacks

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોન્ચિંગ બાદ પોતાની બે તસવીરો ટ્વીટ સાથે શેર કરી જેમાં તેઓ ચંદ્રયાન 2ના લોન્ચિંગને લાઈવ જોઈ રહ્યાં છે. પીએમ મોદીએ પોતાની પહેલી ટ્વીટમાં લખ્યું  કે આપણા ગૌરવમય ઈતિહાસમાં ભારતે કેટલીક વધુ શાનદાર પળો જોડી. ચંદ્રયાન 2ની લોન્ચિંગ આપણા વૈજ્ઞાનિકોની તાકાત અને 130 કરોડ ભારતીયોના દ્રઢ નિશ્ચયને દર્શાવે છે. 

ચંદ્રયાન-2નું સફળ લોન્ચિંગ, ISRO ચીફે કહ્યું- 'ભારત માટે ચંદ્રની ઐતિહાસિક યાત્રાની શરૂઆત'

 

અન્ય એક ટ્વીટમાં પીએમ મોદીએ કહ્યું કે ચંદ્રયાન 2 સંપૂર્ણ સ્વદેશી  છે. તેમણે લખ્યું કે ચંદ્રયાન 2ની જે વાત ભારતીયોને સહુથી વધુ ઉત્સાહિત કરે છે તે એ છે કે તે સંપૂર્ણ સ્વદેશી છે. તેની અંદર એક ઓર્બિટર, એક લેન્ડર અને એક રોવર છે જે ચંદ્રની સમીક્ષા કરશે. 

ભારતના મિશન મૂનના વખાણ કરતા પીએમ મોદીએ લખ્યું કે ચંદ્રયાન 2 મિશન અન્ય મિશન કરતા એટલા માટે પણ અલગ છે કારણ કે તે ચંદ્રના સાઉથ પોલવાળા ભાગમાં જઈ રહ્યું છે. અગાઉ કોઈ પણ મૂન મિશનમાં આ વિસ્તારમાં કોઈ ગયું નથી. 

મોદી માને છે કે ચંદ્રયાન 2 આવનારા દિવસોમાં યુવાઓના મનમાં વિજ્ઞાન પ્રત્યે રુચિ પેદા કરશે. તેનાથી સારી શોધ થશે અને પ્રયોગોમાં નવીનતા આવશે. પીએમ મોદીએ વધુમાં લખ્યું કે ચંદ્રયાનના  કારણે જ આપણને ચંદ્ર અંગે વધુ જાણકારી મળી શકશે. 

જુઓ LIVE TV

આ બાજુ ચંદ્રયાન 2 લોન્ચ કર્યા બાદ પ્રાથમિક રિપોર્ટમાં ઈસરોએ કહ્યું કે રોકેટની ગતિ અને હાલાત સામાન્ય છે. ચંદ્ર અને પૃથ્વી વચ્ચે 3,84,000 કિમીનું અંતર છે. આ અંતરને કાપવામાં યાનને કુલ 48 દિવસ લાગશે. બાહુબલી રોકેટ જીએસએલવી માર્ક તૃતીય એમ1 અને ચંદ્રયાનની કિંમત 978 કરોડ રૂપિયા છે. 

દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક... 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More