Home> India
Advertisement
Prev
Next

Chandrayaan-3 Mission: મિશન પૂર્ણ કર્યાં બાદ આરામ કરશે રોવર, ઈસરોએ કહ્યું- સુરક્ષિત પાર્ક કરી દેવાયું

મિશન ચંદ્રયાન સાથે જોડાયેલી મહત્વની માહિતી ઈસરોએ આપી છે. ઈસરોએ કહ્યું કે રોવરે પોતાનું અસાઈનમેન્ટ પૂર્ણ કરી લીધું છે અને હવે તે આરામ કરશે. ઈસરોએ જણાવ્યું કે રોવરને સુરક્ષિત રીતે પાર્ક કરી સ્લીડ મોડમાં મૂકી દેવામાં આવ્યું છે. 

Chandrayaan-3 Mission: મિશન પૂર્ણ કર્યાં બાદ આરામ કરશે રોવર, ઈસરોએ કહ્યું- સુરક્ષિત પાર્ક કરી દેવાયું

Chandrayaan-3 Mission: ચંદ્રયાન 3 મિશન સાથે જોડાયેલી મહત્વની જાણકારી સામે આવી છે. રોવરે પોતાનું અસાઈનમેન્ટ પૂરુ કરી લીધુ છે અને હવે તે આરામ કરશે. ઈસરોએ જણાવ્યું કે રોવરને સુરક્ષિત રીતે પાર્ક કરી દેવામાં આવ્યું છે અને તેને સ્લીપ મોડમાં મૂકી દેવામાં આવ્યું છે. આ સિવાય એપીએક્સએસ અને એલઆઈબીએસ પેલોડ્સને પણ બંધ કરી દેવામાં આવ્યા છે. ઈસરો પ્રમાણે આ પેલોડ્સમાં નોંધાયેલ તમામ ડેટા લેન્ડર દ્વારા પૃથ્વી પર ટ્રાન્સમિટ કરી દેવામાં આવ્યો છે. આ સિવાય ઈસરોએ તે પણ જણાવ્યું કે રોવર ક્યારે નીંદરમાંથી ઉઠશે. 

fallbacks

બેટરી સંપૂર્ણ રીતે ચાર્જ
ઈસરોએ આગળ જણાવ્યું કે હાલ રોવર પ્રજ્ઞાનની બેટરી સંપૂર્ણ રીતે ચાર્જ છે. આ સિવાય રોવરની સોલર પેનલને તે રીતે સેટ કરી દેવામાં આવી છે કે જ્યારે 22 સપ્ટેમ્બરે ચંદ્રની દક્ષિણી સપાટી પર ફરી સૂરજનો પ્રકાશ પડે અને તે તેને ગ્રહણ કરી શકે. 

જો રોવરની નીંદર ન ઉડી તો?
જો રોવર શેડ્યૂલ મુજબ એક્ટિવેટ નહીં થાય તો શું થશે તેની માહિતી પણ ઈસરોએ આપી છે. ઈસરોએ માહિતી આપી છે કે જો કોઈ કારણસર રોવર આગલા સૂર્યોદય પર જાગી શકશે નહીં, જો તે સક્રિય નહીં થાય, તો તે સ્થિતિમાં તે ભારતના ચંદ્ર રાજદૂતની જેમ કાયમ ત્યાં હાજર રહેશે. તમને જણાવી દઈએ કે 23 ઓગસ્ટના રોજ ભારતે ચંદ્રયાન-3ને ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળતાપૂર્વક સોફ્ટલેન્ડ કર્યું હતું. ભારત ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ કરનાર ચોથો દેશ અને દક્ષિણ ધ્રુવ પર પહોંચનારો વિશ્વનો પ્રથમ દેશ બન્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More