Home> India
Advertisement
Prev
Next

વિશ્વનો પ્રથમ કિસ્સોઃ ડોક્ટરોએ 7 વર્ષના બાળકના જડબામાંથી અધધ...526 દાંત કાઢ્યા

બાળક જ્વલ્લે જ જોવા મળતી 'કમ્પાઉન્ડ કમ્પોઝિટ ઓન્ડોનટોમ' નામની બીમારીથી પીડિત હતો અને તેના નીચેના જડબામાં સોજો ચડી ગયો હતો. ડોક્ટરોના જણાવ્યા અનુસાર, સમગ્ર વિશ્વમાં આ પ્રથમ કેસ છે જ્યારે કોઈ એક વ્યક્તિના મોઢામાંથી આટલી મોટી સંખ્યામાં અવિકિસત દાંત નિકળ્યા હોય.

વિશ્વનો પ્રથમ કિસ્સોઃ ડોક્ટરોએ 7 વર્ષના બાળકના જડબામાંથી અધધ...526 દાંત કાઢ્યા

ચેન્નાઈઃ શહેરની એક દાંતની હોસ્પિટલમાં ડોક્ટરોએ 7 વર્ષના બાળકના જડબામાંથી સર્જરી કરીને 526 દાંત કાઢ્યા છે. બાળક જ્વલ્લે જ જોવા મળતી 'કમ્પાઉન્ડ કમ્પોઝિટ ઓન્ડોનટોમ' નામની બીમારીથી પીડિત હતો અને તેના નીચેના જડબામાં સોજો ચડી ગયો હતો. 

fallbacks

શહેરની સવિથા ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલના ઓરલ અને મેક્સીઓફેસિયલ સર્જરી વિભાગના પ્રોફેસર પી. સેન્થિલનાથને જણાવ્યું કે, "આ બાળક જ્યારે 3 વર્ષનો હતો ત્યારે તેના વાલીઓને જડબામાં સોજો હોય એવું જણાયું હતું. જોકે, આ સોજો બહુ મોટો ન હતો અને વળી બાળક નાનો હોવાના કારણે ડોક્ટરને તપાસમાં પણ સહયોગ ન આપતો હોવાના કારણે વાલીઓએ તેના તરફ ખાસ ધ્યાન આપ્યું ન હતું. બાળકની ઉંમર વધવાની સાથે જ સોજો વધી જતાં તેઓ બાળકને અમારી હોસ્પિટલમાં લાવ્યા હતા."

પ્રોફેસરે જણાવ્યું કે, "બાળકના જડબાનો એક્સ-રે અને સ્ટી સ્કેન કરવામાં આવતાં અમને જોવા મળ્યું કે તેના જમણા જડબામાં અસંખ્ય અલ્પવિકસિત દાંત છે. આથી અમે બાળકની સર્જરી કરવાનો નિર્ણય લીધો હતો."

fallbacks

"અમે બાળકને સામાન્ય એનેસ્થેસિયા આપીને સર્જરી માટે તેનું જડબું ખોલ્યું. જોયું તે તેના જડબામાં 200 ગ્રામ જેટલો એક ભાગ ગોળ દડાની જેમ સૂજેલો હતો. અમે અત્યંત સાવચેતી પૂર્વક આ ભાગ દૂર કર્યો અને જોયું તેમાં નાની-મધ્યમ-મોટી સાઈઝના 526 દાંત હતા."

ડોક્ટરોને બાળકની આ સર્જરી કરવામાં 5 કલાકનો સમય લાગ્યો હતો. ડોક્ટરોએ તેના જડબાના પાછળના ભાગમાંથી એક-એક કરીને અવિકસિત દાંત કાઢતા રહ્યા હતા. વિભાગના વડા પ્રોફેસર પ્રતિભા રામાણીએ જણાવ્યું કે, સર્જરીના ત્રણ દિવસ પછી હવે બાળક સામાન્ય થઈ ગયો છે. 

ડોક્ટરોના જણાવ્યા અનુસાર, સમગ્ર વિશ્વમાં આ પ્રથમ કેસ છે જ્યારે કોઈ એક વ્યક્તિના મોઢામાંથી આટલી મોટી સંખ્યામાં અવિકિસત દાંત નિકળ્યા હોય. 

જૂઓ LIVE TV....

ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક.... 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More