Home> India
Advertisement
Prev
Next

છત્તીસગઢમાં નક્સલવાદીઓ અને BSF વચ્ચે સંઘર્ષ, 4 જવાન શહીદ

છત્તીસગઢનાં કાંકેરમાં ગુરૂવારે સુરક્ષાદળો અને નક્સલવાદીઓ વચ્ચે ઘર્ષણ થયું હતું

છત્તીસગઢમાં નક્સલવાદીઓ અને BSF વચ્ચે સંઘર્ષ, 4 જવાન શહીદ

નવી દિલ્હી :  લોકસભા ચૂંટણી પહેલા નક્સલવાદીઓ ફરી એકવાર છત્તીસગઢમાં જવાનો પર હૂમલો કર્યો છે. છત્તીસગઢનાં કાંકેરમાં ગુરૂવારે સુરક્ષાદળો અને નક્સલવાદીઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. આ ઘર્ષણમાં બીએસએફનાં 4 જવાન શહીદ થઇ ગયા છે. જ્યારે બે અન્ય જવાન ઘાયલ થયા છે. ઘાયલ જવાનોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. નક્સલવાદીઓ અને બીએસએફ વચ્ચે હજી પણ ઘર્ષણ ચાલી રહ્યું છે. 

fallbacks

ઘટના અંગે વિગતે મળતી માહિતી અનુસાર જવાનોની એક ટીમ સર્ચ ઓપરેશન માટે નિકલી હતી, ત્યારે જ અચાનક નક્સલવાદીઓએ હુમલો કરી દીધો હતો. મળતી માહિતી અનુસાર પખાંજુરનાં પ્રતાપપુર પોલીસ સ્ટેશન વિસ્તારના ગામ મૌલાનાં જંગલોમાં નક્સલવાદીઓ અને પોલીસ વચ્ચે ફાયરિંગ થયું હતું. આ ઘટનાની માહિતી મળ્યા બાદ ઘટના સ્થળ પર વધારે ફોર્સ મોકલવામાં આવી હતી. સમગ્ર વિસ્તારમાં પોલીસ અને નક્સલવાદીઓ વચ્ચે હજી પણ ઘર્ષણ ચાલી રહ્યું છે. 

નક્સલવાદીઓ તબક્કાવાર હૂમલા કરી રહ્યા છે. 
અત્રે ઉલ્લેખનીય છે કે, હાલમાં જ નક્સલવાદીઓએ અનેક હુમલા કર્યા છે. જેમાં સામાન્ય નાગરિકો અને જવાનો બંન્નેને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. આ અગાઉ હોળીનાં દિવસે પણ નક્સલવાદીઓએ બીજાપુરમાં સામાન્ય નાગરિકોને નિશાન બનાવ્યા હતા. નક્સલવાદીઓએ એક IED બ્લાસ્ટ કરીને વાહનોને ઉડાવ્યા હતા. જેમાં 9 લોકો ઘાયલ થયા હતા. 18 માર્ચે દંતેવાડામાં પણ નક્સલવાદીઓએ આઇઇડી બ્લાસ્ટ કરીને જવાનોને નિશાન બનાવ્યા હતા. ત્યારે પણ એક જવાન શહીદ થયા હતા.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More