સુકમા: છત્તીસગઢના સુકમા જિલ્લાની પાસે સીમાવર્તી રાજ્ય ઓડિશાના મલકાનગિરી જિલ્લામાં લેંડમાઇન બ્લાસ્ટ થયો. આ બ્લાસ્ટમાં એસઓદીના બે જવાન ઘાયલ થઇ ગયા. જાણકારી અનુસાર મલકાનગિરી વિસ્તારોમાં આ બ્લાસ્ટને નક્સલીઓએ અંજામ આપ્યો છે. સુકમામાં નક્સલીઓ દ્વારા અંજામ આપવામાં આવેલા આ બ્લાસ્ટ બાદ અધિકારી સતર્ક થઇ ગયા છે. નક્સલીઓને પકડવા માટે સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે