Home> India
Advertisement
Prev
Next

અયોધ્યા મુદ્દે સુનવણી માટે 5 જજોની બેંચની રચના, 29 જાન્યુઆરીએ થશે સુનવણી

આ બેંચમાં CJI રંજન ગોગોઇ ઉપરાંત એસએ બોબડી, જસ્ટિસ ચંદ્રચુડ, અશોક ભૂષણ અને અબ્દુલ નઝીરનો પણ સમાવેશ થાય છે

અયોધ્યા મુદ્દે સુનવણી માટે 5 જજોની બેંચની રચના, 29 જાન્યુઆરીએ થશે સુનવણી

નવી દિલ્હી : અયોધ્યા મુદ્દે સુનવણી માટે ચીફ જસ્ટિસ રંજન ગોગોઇએ નવી બેંચની રચના કરી દીધી છે. હવે આ બેંચમાં સીજેઆિ રંજન ગોગોઇ ઉપરાંત એસએ બોબડે, જસ્ટિસ ચંદ્રચુડ, અશોક ભૂષણ અને અબ્દુલ નઝીરનો સમાવેશ થાય છે. ગત્ત બેંચમાં કોઇ મુસ્લિમ જસ્ટિસ નહી હોવાનાં કારણે અનેક પક્ષોએ સવાલ પણ ઉઠાવ્યો હતો. 29 જાન્યુઆરીએ 10.30 વાગ્યાથી આ મુદ્દે સુનવણી થશે. 

fallbacks

અગાઉ બનેલી પાંચ જજોની પીઠમાં જસ્ટિસ યૂયૂ લલિતનો સમાવેશ થાય છે, જો કે આ અંગે મુસ્લિમ પક્ષનાં વકીલ રાજીવ ધનવે સવાલ ઉઠાવ્યા હતા. ત્યાર બાદ તેઓ આ પીઠથી અલગ થઇ ગયા હતા. ત્યાર બાદ ચીફ જસ્ટિસે નવી પીઠની રચનાનો નિર્ણય કર્યો હતો. નવી બેંચમાં સમાવેશ કરવામાં આવેલા જજ જસ્ટિસ ભૂષણ અને જસ્ટિસ નઝીર પૂર્વ ચીફ જસ્ટિસ દીપક મિશ્રાની ત્ણ જજોની બેંચમાં હતા, જેને સુપ્રીમ કોર્ટમાં અયોધ્યા કેસની શરૂઆતી સુનવણી કરી હતી. 

સુનવણી દરમિયાન મુસ્લિમ પક્ષના વકીલે માંગ કરી હતી કે આ મુદ્દે જસ્ટિસ દીપક મિશ્રાની ત્રણેય જજોના બદલે 5 જજોની બેંચ પાસે કરાવવામાં આવે. હવે ત્રણેય જજોની જુની બેન્ચમાં બે-એકનાં બહુમતથી નિર્ણય મુદ્દે 5 જજોની માંગ મોકલવાની માંગ ફગાવી દેવામાં આવી હતી. ત્યારે જસ્ટિસ ભૂષણે આ જજમેન્ટ લખ્યું હતું. જેમાં ચીફ જસ્ટિસ દિપક મિશ્રા અને જસ્ટિસ ભૂષણે મુસ્લિમ પક્ષની માંગને ખોટી ઠેરવી હતી, જ્યારે જસ્ટિસ નઝીરે તે જજમેન્ટમાં મુસ્લિમ પક્ષની માંગને યોગ્ય ઠેરવતા મુદ્દે પાંચ જજોની બેંચને મોકલવાની વાત કરી હતી, ત્યાર બાદ ચીફ જસ્ટિસ દીપક મિશ્રા રિટાયર થઇ ગયા હતા. 

આ અગાઉ અયોધ્યા વિવાદમાં સુપ્રીમ કોર્ટની પીઠ સમક્ષ 10 જાન્યુઆરીએ થયેલી સુનવણીમાં એકવાર ફરીથી તારીખ આપી દેવામાં આવી. આ સુનવણી દરમિયાન મુસ્લિમ પક્ષનાં વકીલ રાજીવ ધવને પાંચ સભ્યોની બેંચમાં જસ્ટિસ યૂયૂ લલિતનો સમાવેશ હોવા અંગે સવાલ ઉઠાવી ચુક્યા છે. રાજીવ ધવનનાં સવાલ ઉઠાવાયા બાદ ચીફ જસ્ટિસે બાકી જજો સાથે સલાહ મંત્રણા કરી હતી. આ અંગે જસ્ટિસ યુયુ લલિતે સુનવણી બાદ પોતે અલગ હોવાની વાત કરી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More