નવી દિલ્હીઃ નૂપુર શર્માના વિવાદમાં કન્હૈયા લાલની હત્યાથી દેશભરમાં રોષનો માહોલ છે. દરેક લોકો ભારતમાં તાલિબાની વિચારના વધતા પ્રસારથી ચિંતિત છે. લોકો વિચારવા લાગ્યા છે કે મુસ્લિમ સમાજના એક વર્ગમાં વધતા કટ્ટરપંથી વિચારોની આલોચના કરવામાં આવે કે નહીં, સવાલ ઉઠાવવામાં આવે કે નહીં. સમાજનો એક વર્ગ વધતી કટ્ટરતાના કારણો પર પણ તમામ પ્રકારની વાતો કરી રહ્યો છે. આ વચ્ચે કેરલના રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાને કહ્યુ કે મદરેસા નફરતનું મૂળ છે. તેમણે કહ્યું કે બાળપણમાં તે શીખવવામાં આવે છે કે કોઈ વિરોધમાં બોલે તો માથુ કાપી નાખો.
મદરેસામાં બાળકોને બનાવવામાં આવે છે કટ્ટરઃ આરિફ મોહમ્મદ
આરિફ મોહમ્મદે કહ્યુ, સવાલ તે છે કે શું આપણા બાળકોને ઈશનિંદા કરનારનું માથુ કાપી નાખવાનું શીખવાડવામાં આવી રહ્યું છે. મુસ્લિમ કાયદો કુરાનથી આવ્યો નથી, તે કોઈ વ્યક્તિએ લખ્યો છે, જેમાં માથુ કાપવાનો કાયદો છે અને આ કાયદો બાળકોને મદરેસામાં ભણાવવામાં આવી રહ્યો છે. તેમણે આ વાત રાજસ્થાનના ઉદયપુરમાં કન્હૈયા લાલની બર્બરતાથી કરવામાં આવેલી હત્યાને લઈને પોતાની ટિપ્પણીમાં કહી. તેમણે કહ્યું કે અમે લક્ષણ દેખાવા પર ચિંતિત થઈએ છીએ પરંતુ ગંભીર બીમારી માનવાથી ઇનકાર કરી દઈએ છીએ.
આ પણ વાંચોઃ Udaipur Murder: કન્હૈયાલાલના પોસ્ટમોર્ટમ રિપોર્ટથી થયો ચોંકાવનારો ખુલાસો, જાણો વિગતો
કન્હૈયા લાલની નિર્મમ હત્યા
નોંધનીય છે કે ઉદયપુરમાં મંગળવારે સાંજે કન્હૈયા લાલ પોતાની ટેલરની દુકાનમાં કામ કરી રહ્યા હતા, ત્યારે બે મુસ્લિમ યુવક આવ્યા અને તેમની પાસે કપડા શીવળાવવાની વાત કહી. જ્યારે કન્હૈયા લાલ તેનું માપ લેવા લાગ્યા ત્યારે તેણે અચાનક હુમલો કરી દીધો. આ હુમલામાં કન્હૈયા લાલનું મોત થઈ ગયું. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં જાણવા મળ્યું કે હત્યારાઓએ કન્હૈયા લાલ પર 26 વખત વાર કર્યો હતો. બંને હત્યારા- રિયાઝ અંસારી અને મોહમ્મદ ગૌસની ઉદયપુરથી 60 કિલોમીટર દૂર રાજસમંદથી ધરપકડ કરવામાં આવી હતી.
કટ્ટરતાની ટીકા હંમેશા કરે છે આરિફ મોહમ્મદ ખાન
આરિફ મોહમ્મદ ખાન હંમેશા કહેતા રહે છે કે મૌલાના અને મદરેસાઓ મુસલમાનોના એક વર્ગને કટ્ટર બનાવી રહ્યાં છે. તે બિન-મુસ્લિમો પ્રત્યે નફરત કરતા શીખવાડે છે જેના કારણે બાળપણમાં બીજા ધર્મો પ્રત્યે નફરતનો ભાવ આવી જાય છે. તેવામાં જ્યારે મોટા થાય છે તો હંમેશા બીજા ધર્મો પ્રત્યે સતર્ક રહે છે અને શંકાથી ભરેલા હોય છે. આરિફ ખાનની આ વિચારો માટે સતત આલોચના પણ થતી રહે છે.
Udaipur Murder Case: કન્હૈયાલાલના પરિવારનો ગંભીર આરોપ, CCTV કરાયા હતા બંધ, પોલીસે કાર્યવાહી ન કરી
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે