Home> India
Advertisement
Prev
Next

China એ પહેલીવાર સ્વીકાર્યું, ગલવાન ખીણમાં થયેલી હિંસક અથડામણમાં માર્યા ગયા હતા આટલા ચીની સૈનિકો

ચીન (China) ની સેના પીપલ્સ લિબરેશન આર્મી (PLA) એ પહેલીવાર ગલવાન ખીણમાં થયેલા લોહિયાળ ઘર્ષણમાં માર્યા ગયેલા સૈનિકોની સંખ્યાને જાહેર કરી છે.

China એ પહેલીવાર સ્વીકાર્યું, ગલવાન ખીણમાં થયેલી હિંસક અથડામણમાં માર્યા ગયા હતા આટલા ચીની સૈનિકો

બેઈજિંગ: ચીને (China) પહેલીવાર ઔપચારિક રીતે કબૂલાત કરી છે કે ગલવાન ખીણ (Galwan Valley) માં થયેલા લોહિયાળ ઘર્ષણમાં તેના પણ સૈનિકો માર્યા ગયા હતા. અત્યાર સુધી ચીન આ સત્ય સ્વીકાર કરતા બચતું રહ્યું હતું. ન્યૂઝ એજન્સી PTI મુજબ ચીનની પીપલ્સ લિબરેશન આર્મી PLA એ પહેલીવાર ગલવાન ખીણમાં થયેલી હિંસામાં માર્યા ગયેલા પોતાના સૈનિકોનો આંકડો જાહેર કર્યો. PLA એ કહ્યું કે તેના 4 અધિકારીઓ અને એક જવાન માર્યા ગયા હતા. જો કે એ વાત અલગ છે કે ભારત સહિત દુનિયાની અનેક એજન્સીઓએ મૃતક ચીની જવાનોની સંખ્યા તેના કરતા ઘણી વધુ બતાવી છે. અત્રે જણાવવાનું કે આ ઘર્ષણમાં ભારતના 20 સૈનિકો શહીદ થયા હતા. તાજેતરમાં જ રશિયાની સમાચાર એજન્સી તાસે એવો ખુલાસો કર્યો હતો કે ગલવાન ખીણમાં થયેલા ઘર્ષણમાં 45 ચીની સૈનિકો માર્યા ગયા હતા. 

fallbacks

ચીનની સેનાએ ગલવાન ખીણમાં ભારતીય જવાનોના હાથે માર્યા ગયેલા સૈનિકોને શ્રદ્ધાંજલિ આપી અને એક વીડિયો જારી કર્યો છે. ચીને માર્યા ગયેલા સૈનિકોના નામ પણ જણાવ્યાં છે. આ મૃત સૈનિકોના નામ પીએલએ શિનજિયાંગ મિલેટ્રી કમાન્ડના રેજિમેન્ટલ કમાન્ડર ક્યૂઈ ફબાઓ, ચેન-હોંગુન, જિયાનગોન્ગ, જિઓ સિયુઆન,વાંગ ઝુઓરાન છે. ચીની સેનાએ કહ્યું કે આ સૈનિકોએ રાષ્ટ્રીય સાર્વભૌમત્વ અને પોતાની જમીનની રક્ષા કરતા જીવ આપ્યો. 

Good News: ESI કાર્ડ ધરાવતા લોકો માટે અત્યંત શુભ સમાચાર...ખાસ જાણો નહીં તો પસ્તાશો 

જો કે ચીન ગલવાન ખીણમાં માર્યા ગયેલા પીએલએ સૈનિકોનો આંકડો ખુબ ઓછો જણાવી રહ્યું છે. જો કે એ વાત સાચી છે કે તેણે આખરે કબૂલ તો કર્યું કે તેના પણ સૈનિકો માર્યા ગયા હતા. ભારતે દાવો કર્યો હતો કે ચીનના લગભગ 50 સૈનિકો માર્યા ગયા હતા. તાજેતરમાં રશિયાની સમાચાર એજન્સી TASS એ એવો દાવો કર્યો હતો કે ગલવાન ખીણમાં થયેલી હિંસક અથડામણમાં ઓછામાં ઓછા 45 ચીની સૈનિકો માર્યા ગયા હતા. આ અગાઉ પણ અનેક રિપોર્ટમાં આ પ્રકારે ખુલાસો થયેલો છે. તે સમયે ચીને અધિકૃત રીતે પોતાના સૈનિકોના મોતની વાત કબૂલી નહતી. 

ઉલટું ચોર કોટવાલ કો ડાંટે
ચીનના સેન્ટ્રલ મિલેટ્રી કમિશને ફાબાઓને હીરો એવોર્ડથી સન્માનિત કર્યો છે. ચીને આરોપ લગાવ્યો કે ભારતીય સેનાએ ગેરકાયદેસર રીતે ગલવાન ખીણમાં વાસ્તવિક નિયંત્રણ રેખાને પાર કરી હતી. ચીની સેનાએ આરોપ લગાવ્યો કે ભારતીય સેનાએ સ્ટીલની ટ્યૂબ, લાકડી અને પથ્થરોથી પીએલએ સૈનિકો પર હુમલો કર્યો. ચીની સેનાના અખબારે પીએલએએ કહ્યું કે એપ્રિલ 2020થી વિદેશી સેના (ભારત)એ પહેલા થયેલી સંધિનો  ભંગ કર્યો. તેઓ સરહદમાં ઘૂસી આવ્યા જેથી કરીને રસ્તાઓ અને પુલ બનાવી શકાય. 

દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More