Home> India
Advertisement
Prev
Next

India-China Map Dispute: નક્શામાં દેખાડી શું કોઈ દેશ બીજાની જમીન કરી શકે છે કબજે? સમજો શું છે Map Controversy

India-China Conflict: દુનિયામાં ઘણા એવા દેશ છે, જે પોતાના પડોશીઓ સાથે સીમા વિવાદમાં છે. કેટલાક નિયમિત સમયાંતરે નવા નકશા જારી કરે છે અને પડોશી વિસ્તારોને પોતાના તરીકે જાહેર કરે છે. જાણો શું છે નકશાનો વિવાદ.

India-China Map Dispute: નક્શામાં દેખાડી શું કોઈ દેશ બીજાની જમીન કરી શકે છે કબજે? સમજો શું છે Map Controversy

નવી દિલ્હીઃ India-China War: ચીને તાજેતરમાં પોતાનો નક્શો જાહેર કર્યો, જેમાં તેણે સત્તાવાર રૂપથી અરૂણાચલ પ્રદેશ, અક્સાઈ ચીન, તાઇવાન અને વિવાદિત દક્ષિણ ચીન સાહરને પોતાના ભાગ દર્શાવ્યા છે. આ નક્શો ચીનની નેચરલ રિસોર્સ મિનિસ્ટ્રીએ જારી કર્યો છે. ચીનની વિસ્તારવાદી નીતિઓ પર દુનિયાના ઘણા દેશો ભડકેલા છે. 

fallbacks

પરંતુ હવે સવાલ ઉઠે છે કે શું નવો નક્શો બનાવી અને અન્ય દેશના વિસ્તારને પોતાનો બતાવી કોઈ દેશ બીજાની જમીન પર કબજો કરી શકે છે. 

વાસ્તવમાં દુનિયામાં ઘણા એવા દેશ છે, જેની સરહદ પર વર્ષોથી વિવાદ ચાલી રહ્યો છે. બંને દેશો જમીનના ટુકડા પર દાવો કરે છે. ઘણી વખત આ વિવાદિત વિસ્તારોમાં રહેતા લોકો પોતાના માટે અલગ દેશની માંગ કરે છે અને તેઓ તેમાં સફળ પણ થાય છે. જો આપણે ગૂગલ અર્થની વાત કરીએ તો તેમાં પણ વિવાદિત વિસ્તારોને ગ્રે લાઇન સાથે બતાવવામાં આવ્યા છે જેથી કોઈ દેશને કોઈ વાંધો ન હોય.

આ પણ વાંચોઃ IMD Alert: ઓગસ્ટની કસર સપ્ટેમ્બર મહિનામાં થશે પૂરી, હવામાન વિભાગે કરી મહત્વની આગાગી

જગ્યાના નામ કોણ રાખે છે
યુએસ બોર્ડ ઓન જિયોગ્રાફિક નેમ્સ છેલ્લા 130 વર્ષથી તેના રાજ્યો અને તેમના પ્રદેશોનું નામકરણ કરી રહ્યું છે. આ સંસ્થા જુએ છે કે સત્તાવાર નકશામાં કોઈ ભૂલ ન હોવી જોઈએ અને કોઈપણ પ્રકારની મૂંઝવણ ન હોવી જોઈએ. લાઇબ્રેરી ઑફ કૉંગ્રેસ, ગવર્નમેન્ટ પબ્લિશિંગ, CIA અને અમેરિકન પોસ્ટલ સર્વિસ ઑફિસર્સ તેમના માટે કામ કરે છે.

એવું નથી કે આ કમિટી ખુદ નામ રાખી દે છે. તે ત્યાંના લોકો પાસેથી નામ લઈને નક્કી કરે છે અને પછી એક માનક નક્શો બનાવે છે. 

ભારતમાં પણ લગભગ એવી સ્થિતિ છે. નક્શામાં દરેક વસ્તુ બપોબર હોય, તેને જોવાનું કામ કરે છે નેશનલ એટલસ ઓર્ગેનાઇઝેશન. આ સંસ્થા ભારતના નક્શા સ્થાનીક ભાષાઓમાં બનાવે છે. 

આ કારણથી થીમેટિક મેપ તૈયાર કરવો પડે છે. ઉદાહરણ તરીકે, જો પર્યાવરણ પર કોઈ સંશોધન કરવામાં આવે છે, જેમાં રાજ્યોને અલગ રીતે પ્રકાશિત કરવાનું હોય છે, તો તેની જવાબદારી પણ આ સંસ્થાની રહેશે.

તો 1767થી સર્વે ઓફ ઈન્ડિયા પણ મેપિંગ કરવામાં લાગી છે. આમ તો તેનું કામ મિલિટ્રી મેપિંગ સાથે જોડાયેલું રહ્યું પરંતુ જ્યારે દેશ સ્વતંત્ર થયો તો તેના પર કામનો ભાર વધુ પડ્યો. સર્વે ઓફ ઈન્ડિયાએ 60ના દાયકામાં ભારતની એક એરિયલ તસવીર લીધી હતી. 

આજથી 15 વર્ષ પહેલા SOI એ દરેક પ્રકારના નક્શા જોયા જેથી કોઈ પ્રકારનો ભ્રમ ન રહે. જો બે દેશો વચ્ચે સરહદ વિવાદ છે તો જે કેન્દ્રથી આદેશ મળે છે તે તેનું પાલન કરે છે. આ સિવાય ભારતની પાસે નેશનલ મેચ પોલિસી પણ છે, જે દરેક વસ્તુમાં પારદર્શિતા રાખે છે. 

આ પણ વાંચોઃ પાંચ દિવસીય સંસદના વિશેષ સત્રમાં 'એક દેશ-એક ચૂંટણી' બિલ લાવી શકે છે સરકાર

નક્શા રિવાઇઝ કરવા પર શું થાય છે?
જો કોઈ દેશ થોડા વર્ષના અંતર પર પોતાના મેપ્સને રિવાઇઝ કરે છે તો તેને મેપિંગ સાઇકલના નામથી ઓળખવામાં આવે છે. 

આ પ્રક્રિયામાં ઘણા દેશ ઈરાદાપૂર્વક ગડબડી કરે છે. હાલમાં ચીને પણ આ કર્યું. તેણે ભારતના કેટલાક ભાગને પોતાના વિસ્તારમાં દર્શાવી દીધા.

વર્તમાન સમયમાં એવી કોઈ સંસ્થા નથી, જે મેપિંગ સાઇકલમાં થનાર ગડબડીઓ રોકી શકે.

મામલો જો યુનાઇટેડ નેશન્સ પહોંચે છે તો ત્યાં વાતચીત થઈ શકે છે પરંતુ અંતમાં આ મુદ્દાનો ઉકેલ બંને દેશોએ લાવવો પડે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More