Home> India
Advertisement
Prev
Next

મોદી સરકારની સૌથી મોટી સમસ્યાનો ઉકેલ લાવશે ચીન !

હાલમાં દેશમાં ચૂંટણીનું વાતાવરણ જામેલું છે, ત્યારે મોદી સરકાર સામે સૌથી મોટો પડકાર રોજગારીનો છે ત્યારે ચીન ભારતમાં વિશાળ રોકાણ કરવા ઇચ્છુક છે

મોદી સરકારની સૌથી મોટી સમસ્યાનો ઉકેલ લાવશે ચીન !

નવી દિલ્હી : લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે. રાજનીતિક જુથબંધી વચ્ચે સરકારની સામે સૌથી મોટો પડકાર બેરોજગારીનો છે. વિપક્ષી દળો રોજગાર મુદ્દે સતત સરકારને ઘેરી રહ્યા છે. એવામાં ચીન તરફથી મોદી સરાકર માટે રાહતના સમાચાર આવ્યા છે. ચાઇનીઝ મીડિયા ગ્લોબલ ટાઇમ્સનાં હવાલાથી કહ્યું કે, ચીન મોદી સરકારની પરેશાનીઓ ઉકેલવા માંગે છે. તે ઇચ્છે છે કે મોદી સરકાર મજબુત સ્થિતીમાં રહે અને સત્તામાં રહે. 

fallbacks

36 હજાર કરોડનાં ખર્ચે વિશ્વનો સૌથી લાંબો ગંગા એક્સપ્રેસ વે બનાવાશે: યોગી

રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે, ડોકલામ વિવાદ બાદ ભારત અને ચીનનાં સંબંધો વણસ્યા હતા. આ ઘટનાના એક વર્ષ બાદ ફરીથી બંન્ને દેશોનાં સંબંધો પાટા પર ચડવા લાગ્યા છે. ચીનને આસા છે કે જો ભારતની સરકાર મજબુત સ્થિતીમાં હશે તો બંન્ને દેશો વચ્ચે વ્યાપારીક સંબંધો વધારે મજબુત બનશે. એટલા માટે ચીન મોટા સ્તર પર ભારતનાં રોકાણ કરવા ઇચ્છે છે. મોદી સરકાર રોકાણ માટે ભરપુર પ્રયાસો કરી રહી છે. કારણ કે બેરોજગારીને દુર કરવી હોય તો રોકાણ લાવવું જરૂરી છે. ખાસ કરીને લેબર ઇટેસિવ સેક્ટરમાં રોકાણની જરૂર છે. 

રાફેલ વિવાદ વચ્ચે મનોહર પર્રિકર અને રાહુલ ગાંધી વચ્ચે બંધ રૂમમાં યોજાઇ મીટિંગ

ગત્ત થોડા વર્ષોથી ચીન બીજા દેશોમાં રોકાણ કરી રહ્યું છે, કારણ કે અહીં લેબર કોસ્ટ મોંઘુ થઇ ચુક્યું છે. એવામાં જો ભારત ચીનનું રોકાણ લાવવામાં સફળ થાય છે તો બંન્ને દેશોને ફાયદો થશે. કોઇ પણ પરિસ્થિતીમાં ચૂંટણી પહેલા મોદી સરકારને બેરોજગારીની સમસ્યાનો ઉકેલ લાવવો પડશે. એવામાં તેઓ ચીનનાં રોકાણકારોને પોતાની તરફ આકર્ષિત કરી શકે છે. જો ચીન ત્યાં રોકાણ કરવાનું ચાલુ કરે છે તો રોજગારની તકો પેદા થસે અને સરકારને ઘણી પરેશાઓનીઓ આપોઆપ દુર થશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More