નવી દિલ્હી : ચીનનાં હેકર્સ દ્વારા રેલવે બોર્ડની સિસ્મમાં ઘૂસવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. હેકર્સે રેલવેની ચાર સિસ્ટમ સાથે મહત્વપુર્ણ માહિતી લેવાનો પ્રયાસ કર્યો છે. ઘટના અંગે માહિતી મળતા જ આઇબી દ્વારા રેલવે બોર્ડને એલર્ટ આપવામાં આવ્યું. ZEE NEWS નાં સવાલ પર રેલવે બોર્ડ ચેરમેન વીકે યાદવે કહ્યુ કે, અમે સમયાંતરે અનેક માધ્યમો દ્વારા એલર્ટ મળી રહ્યા છે.
ચીનને પાઠ ભણાવવા માટે ભારતે આકાશમાં જાસુસી વિમાનો તહેનાત કર્યા, તણાવ ચરમ પર
અમે સિસ્ટમને સતત ઇમ્પ્રુવ કરતા રહીએ છીએ. અત્યાર સુધી કોઇ પણ સંવેદનશીલ માહિતી ચોરી નથી થઇ. ઓસ્ટ્રેલિયામાં પણ મોટો સાયબર હૂમલો થયો છે. સરકારે માહિતી ચોરવાનો પ્રયાસ કર્યો છે. ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાને તેના માટે નામ લીધા વગર ચીનને જ જવાબદાર ઠેરવ્યું હતું.
લદાખ સરહદે તંગદીલી પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે