નવી દિલ્હીઃ વિદેશ મંત્રી ડો. એસ જયશંકરે ભારત અને અમેરિકાના સંબંધોની મજબૂતીના બહાને ડ્રેગનને સ્પષ્ટ સંદેશ આપ્યો છે. ઈન્ડિયા ગ્લોબલ વીક 2020માં તેમણે ઘમા દેશો સાથે ભારતના સારા સંબંધોનો હવાલો આપ્યો હતો. અમેરિકાના સવાલ પર વિદેશ મંત્રીએ કહ્યું કે, પાછલા ચાર રાષ્ટ્રપતિઓએ ભારતની સાથે સંબંધો મજબૂત કરવા પર ભાર મુક્યો અને તેનું પરિણામ છે કે આજે બંન્ને દેશોના સંબંધો ખૂબ મજબૂત છે. જયશંકરે કહ્યુ, 'યૂએસના ઓછામાં ઓછા ચાર રાષ્ટ્રપતિ- બરાક ઓબામા, જોર્જ બુશ, ડોનાલ્ડ ટ્રમ્પ અને બિલ ક્લિન્ટન, બધા તે વાત પર સહમત હતા કે ભારતની સાથે સંબંધ મજબૂત કરવામાં આવે જ્યારે કોઈ પણ ચાર વ્યક્તિ એક જેવા ન હોઈ શકે.'
હવે ઓછુ થઈ રહ્યું છે ભારત-અમેરિકા વચ્ચે અંતર
વિદેશ મંત્રીએ કહ્યું કે, ભારત-અમેરિકાના સંબંધોને પોતાની ઓળખ બનાવવામાં 6 દાયકા લાગ્યા પરંતુ જે સમય ખોવાઇ ગયો, તેની ભરપાઇ કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું, બની શકે તેમાં (સંબંધોમાં મજબૂતી)થી અમારા ચાર્મને કારણે થયું છે પરંતુ મને લાગે છે કે તેમાં તેમના વિચારની મોટી ભૂમિકા છે. અમારા અને અમેરિકા વચ્ચે ખુબ ઊંડા રાજકીય, રાજદ્વારી, સુરક્ષા, ટેકનીક, ડિફેન્સ અને આર્થિક સંબંધો છે.
કોરોના બાદ કેવી હશે દુનિયા?
જયશંકરે કહ્યુ કે, કોરોના વાયરસ પહેલા દુનિયાએ જે ટ્રેન્જ જોયા, તે કોવિડ બાદની દુનિયામાં વધુ ઝડપથી વધી શકે છે. ત્યાં સુધી કે કોરોનાના જવાબમાં જ, આપણે પાછલા છ મહિનામાં જોઈ લીધુ કે, ઘણા દેશ હવે રાષ્ટ્રવાદી વ્યવહાર કરી રહ્યાં છે. તેમણે કહ્યું, હું એક એવી દુનિયાને જોવા ઈચ્છું છું જ્યાં મોટા વાદ-વિવાદ થશે. મને લાગે છે કે વિશ્વાસની વાત થશે. સારી સપ્લાઇ ચેન પર સવાલ થશે. વિશ્વ વધુ મુશ્કેલ થવાનું છે.
જયશંકરે જણાવ્યુ ડિસએન્ગેજમેન્ટનું કારણ
ભારત-ચીનની સાથે સરહદ પર તણાવને લઈને વિદેશ મંત્રીએ પ્રથમવાર જાહેર મંચ પરથી નિવેદન આપ્યું છે. ડો. જયશંકરે કહ્યુ કે, સરહદ પર ડિસએન્ગેજમેન્ટ અને ડી-એસ્કેલેશન પ્રોસેસ પર સહમતિ બની છે અને તે હાલ શરૂ પણ થયું છે. તેમણે કહ્યું કે, બંન્ને વાતો પર અત્યારે કામ ચાલી રહ્યું છે. વિદેશ મંત્રીએ તે પણ જણાવ્યું કે, બંન્ને દેશોએ પોત-પોતાના સૈનિક પરત બોલાવવાનો નિર્ણય કર્યો. તેમણે કહ્યું, અમે ડિસએન્ગેજ થવા પર એટલે સહમત થયા કારણ કે સૈનિક એકબીજાની સાવ નજીક તૈનાત છે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે