Home> India
Advertisement
Prev
Next

CAB: રાજ્યસભામાં ચર્ચા દરમિયાન અનેક પક્ષોએ પત્તા ખોલ્યા, જાણો બિલ પાસ થશે કે નહીં

ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah)એ આજે રાજ્યસભામાં નાગરિકતા સંશોધન બિલ 2019 (Citizenship Amendment Bill 2019)  રજુ કરાયું. બિલ પર હજુ પણ ચર્ચા ચાલુ છે. ચર્ચા બાદ બિલ પર મતદાન થશે. કોંગ્રેસે (Congress) નાગરિકતા સંશોધન બિલને વિભાજનકારી ગણાવાયું છે. જનતા દળ સેક્યુલર (JDS)એ નાગરિકતા સંશોધન બિલનો વિરોધ કર્યો. સીપીઆઈ પણ બિલના વિરોધમાં છે. પશ્ચિમ બંગાળથી અપક્ષ સાંસદ રીતાબ્રતા બેનરજીએ પણ આ બિલનો વિરોધ કર્યો છે. શિવસેના (Shivsena) એ રાજ્યસભામાં ચર્ચા દરમિયાન નાગરિકતા સંશોધન બિલ પર પોતાનું સ્ટેન્ડ ક્લિયર કર્યું નથી. બની શકે કે વોટિંગ સમયે તે વોકઆઉટ કરે. રાજ્યસભા (Rajya Sabha) માં બિલ પર ચર્ચા દરમિયાન અનેક પક્ષોએ પોતાના પત્તા ખોલી નાખ્યાં. જેના કારણે સ્પષ્ટ થયું છે કે બિલ પાસ થશે કે નહીં. 

CAB: રાજ્યસભામાં ચર્ચા દરમિયાન અનેક પક્ષોએ પત્તા ખોલ્યા, જાણો બિલ પાસ થશે કે નહીં

નવી દિલ્હી: ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah)એ આજે રાજ્યસભામાં નાગરિકતા સંશોધન બિલ 2019 (Citizenship Amendment Bill 2019)  રજુ કરાયું. બિલ પર હજુ પણ ચર્ચા ચાલુ છે. ચર્ચા બાદ બિલ પર મતદાન થશે. કોંગ્રેસે (Congress) નાગરિકતા સંશોધન બિલને વિભાજનકારી ગણાવાયું છે. જનતા દળ સેક્યુલર (JDS)એ નાગરિકતા સંશોધન બિલનો વિરોધ કર્યો. સીપીઆઈ પણ બિલના વિરોધમાં છે. પશ્ચિમ બંગાળથી અપક્ષ સાંસદ રીતાબ્રતા બેનરજીએ પણ આ બિલનો વિરોધ કર્યો છે. શિવસેના (Shivsena) એ રાજ્યસભામાં ચર્ચા દરમિયાન નાગરિકતા સંશોધન બિલ પર પોતાનું સ્ટેન્ડ ક્લિયર કર્યું નથી. બની શકે કે વોટિંગ સમયે તે વોકઆઉટ કરે. રાજ્યસભા (Rajya Sabha) માં બિલ પર ચર્ચા દરમિયાન અનેક પક્ષોએ પોતાના પત્તા ખોલી નાખ્યાં. જેના કારણે સ્પષ્ટ થયું છે કે બિલ પાસ થશે કે નહીં. 

fallbacks

નાગરિકતા સંશોધન બિલના વિરોધમાં આસામમાં પ્રદર્શન હિંસક બન્યું, બસ બાળી મૂકી, ઈન્ટરનેટ બંધ 

આ બાજુ રાજ્યસભામાં 4 સાંસદોએ સ્વાસ્થ્ય કારણોસર રજા લીધી છે. આ સાંસદોની રજા રાજ્યસભાએ મંજૂર કરી છે. રજા પર ઉતરનારા સાંસદોના નામ અનિલ બલુની (ભાજપ), અમર સિંહ (અપક્ષ), માજિદ મેમણ (એનસીપી) અને એમપ વીરેન્દ્રકુમાર (અપક્ષ) સામેલ છે. આ ઉપરાંત સમાજવાદી પાર્ટી સાંસદ  બેની પ્રસાદ વર્મા પણ બીમારીના કારણે રાજ્યસભામાં ગેરહાજર છે. આમ હવે ફક્ત 235 સાંસદો વોટિંગમાં ભાગ લેશે. આથી બહુમતનો આંકડો 118 હશે. 

CAB: શિવસેનાનો ભાજપ પર કટાક્ષ, 'તમે જે શાળામાં ભણો છો, અમે તેના હેડ માસ્ટર છીએ'

આ પક્ષોએ કર્યું બિલનું સમર્થન
હવે આ બિલનું સમર્થન કરતી પાર્ટીઓની વાત કરીએ તો તેલુગુ દેશમ (TDP),  વાયએસઆર કોંગ્રેસ પાર્ટી (YSRCP)એ નાગરિકતા સંશોધન  બિલનું સમર્થન કર્યું. નાગાલેન્ડ પીપલ્સ ફ્રન્ટ (NPF)ના સાંસદ કેજી કેન્યે પણ ચર્ચા દરમિયાન બિલનું સમર્થન કર્યું. જેડીયુ, શિરોમણી અકાલી દળ, એઆઈએડીએમકે પણ સમર્થન કર્યું છે. 3 અન્યનું પણ એનડીએને પણ સમર્થન છે. આવામાં બિલ પાસ થાય તેવી પૂરેપૂરી સંભાવના છે. 

1. BJP (83)
2. JDU (6)
3. SAD (3)
4. BPF (1)
5. AIADMK (11)
6. TDP (2) 
7. YSRCP (02) 
8. BJD (07)

આ ઉપરાંત નોમિનેટેડ રાજ્યસભા સાંસદ નરેન્દ્ર જાધવે પણ બિલનું સમર્થન કર્યું છે. આમ અત્યાર સુધી બિલના સમર્થનમાં 116 સાંસદો છે. 

Citizenship Amendment Bill: ભારતમાં જ નહીં, ઈઝરાયેલમાં પણ થઈ ચૂક્યો છે 'સફળ પ્રયોગ'

રાજ્યસભામાં ચર્ચા દરમિયાન અત્યાર સુધીમાં આ પક્ષોએ નાગરિકતા સંશોધન બિલનો વિરોધ કર્યો છે. 

1. કોંગ્રેસ (46)
2. સમાજવાદી પાર્ટી (9)
3. બસપા (4)
4. આરજેડી (4)
5. TMC (9)
6. CPM (5)
7. DMK (5)
8. TRS (6)
9. NCP (4)

બીજી બાજુ નાગરિકતા બિલના વિરોધમાં દેશના અનેક ભાગોમાં પ્રદર્શન ચાલુ છે. આસામના ગુવાહાટીમાં પ્રદર્શનકારીઓએ આગચંપી કરી છે. આસામ અને ત્રિપુરામાં સેનાની 3 ટુકડી તહેનાત કરાઈ છે. નોર્થ ઈસ્ટમાં પેરા મિલેટ્રી ફોર્સની 70 કંપનીઓ તૈનાત કરાઈ છે. 

નાગરિકતા સંશોધન બિલ: ક્યારે ક્યારે શું થયું?

19 જુલાઈ 2016: નાગરિકતા સંશોધન બિલ લોકસભામાં રજુ.
12 ઓગસ્ટ 2016: સંયુક્ત સંસદીય કમિટીને બિલ મોકલાયું.
7 જાન્યુઆરી 2019: સંયુક્ત સંસદીય કમિટીએ રિપોર્ટ સોંપ્યો.
8 જાન્યુઆરી 2019: નાગરિકતા સંશોધન બિલ લોકસભામાં પાસ થયું.
13 ફેબ્રુઆરી 2019: બિલ રાજ્યસભામાં રજુ થઈ શક્યું નહીં. 
9 ડિસેમ્બર 2019: નાગરિકતા સંશોધન બિલ લોકસભામાં રજુ થયું.
11 ડિસેમ્બર 2019: બિલ રાજ્યસભામાં રજુ કરાયું. 

દેશના વધુ સમાચારો વાંચવા કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More