નવી દિલ્હી : અત્યાર સુધી દેશમાં મોટી કંપનીઓમાં નોકરી મેળવવા માટે દેશનાં મહાનગરો અથવા મોટા શહેરમાં જ રહેવું પડતું હતું. જો કે હવે તે દિવસો દુર નથી કે, જ્યારે ગામડાઓમાં રહીને મોટી કંપનીઓમાં નોકરીનું સપનું પુર્ણ થશે. લોકડાઉન ખુલ્યા બાદ આવી સ્થિતીનું સર્જન થશે. હવે મજૂરોએ શહેરમાં ધક્કા નહી ખાવા પડે અને ઝુંપડીઓમાં પોતાનાં જીવન પસાર નહી કરવા પડે. મોટી કંપનીઓ પોતે જ ગામડાઓ સુધી પહોંચશે.
ગર્ભવતી હાથણીના મોત પર Kerala CMનું આવ્યું નિવેદન, કહ્યું- તપાસમાં 3 સંદિગ્ધો પર નજર
રુરલ અર્બન રીબેલેન્સ થશે
ભારતીય ઉદ્યોગ સંઘના (Confederation of Indian Industries) નવા અધ્યક્ષ ઉદય કોટકે ગુરૂવારે અહીં પત્રકારો સાથે વાતચીત કરીને કહ્યું કે, હવે રૂરલથી અર્બ તરફ પલાયન નહી પરંતુ રિવર્સ માઇઘ્રેશન (Reverse Migration) થઇ રહ્યું છે. એક તરફ અહીં રૂરલ અર્બન રીબેલેન્સ થશે. હવે તેને ઘરની આસપાસ જ રોજગાર મળી રહેશે અને તેઓ પોતાનાં પરિવાર સાથે રહી શકશે. તેમને શહેરોમાં સ્લમ એરિયામાં રહેવાથી મુક્તિ મળશે.
હિંદ મહાસાગરમાં ભારત ઓસ્ટ્રેલિયાનો માસ્ટર પ્લાન, હવે ચીની ડ્રેગને અવળ ચંડાઇ કરી તો ખેર નથી
મોટી કંપનીઓ લગાવશે ફેક્ટરી
ઉદય કોટકનું કહેવું છે કે હવે મોટી કંપનીઓ પણ ગામોમાં જઇને જ ફેક્ટરી લગાવવા અંગે ગંભીરતાપુર્વ વિચારવા લાગી છે. એક ઉદ્યોગ સંગઠન તરીકે સીઆઇઆઇ તેને આગળ વધારી રહ્યા છે. જોવામાં આવે તો સરકાર આ સમયે સુધારાનાં ઘણા પગલાઓ ઉઠાવી રહ્યા છે અને ગ્રામીણ ક્ષેત્રમાં માળખાગત સંરચના આ પ્રકારે બની રહી છે કે ત્યાંથી કામ કરવામાં કોઇ જ સમસ્યા નહી થાય.
જમ્મૂ-કાશ્મીરના કુલગામમાં પોલીસ પાર્ટી પર આતંકવાદી હુમલો, સમગ્ર વિસ્તારમાં હાઇ એલર્ટ
ગામોમાં જ મળી રહેશે કુશળ મજુર
તેમનું કહેવું છે કે હાલનાં સમયે લાખો અતિકુશળ લોકો શહેરોથી પલાયન કરીને ગામોની તરફ ગયું છે. એટલા માટે ગામોની આસપાસ કારખાના લગાવનારા લોકોને કુશળ કારીગરોની કોઇ ઘટાડો નહી હોય. આ જરૂર પડે તો તેમને રીસ્કિલ કરવામાં આવી શકે છે. તેમને વિશેષ પ્રશિક્ષણ આપીને કંઇખ વધારે કામ કરવા યોગ્ય બનાવી શકાશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે