મુઝફ્ફરપુર: બિહારમાં એક્યુટ ઈન્સેફલાઈટિસ સિન્ડ્રોમ (AES) જેને મગજનો તાવ પણ કહે છે, તેનાથી 168 બાળકોના મોતના મામલે મુઝફ્ફરપુરના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સૂર્યકાંત તિવારીએ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો.હર્ષવર્ધન અને બિહારના સ્વાસ્થ્ય મંત્રી મંગલ પાંડે વિરુદ્ધ તપાસના આદેશ આપ્યાં છે. વાત જાણે એમ છે કે મુઝફ્ફરપુરના એક સામાજિક કાર્યકર તમન્ના હાશમીએ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધન અને બિહાર સરકારના સ્વાસ્થ્ય મંત્રી મંગલ પાંડે વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી.
બીજી બાજુ, AES એટલે કે મગજના તાવના કેરથી બાળકોને બચાવવા અને તત્કાળ વિશેષજ્ઞોનું મેડિકલ બોર્ડ રચના કરવાની માગણીવાળી જનહિત અરજી પર સુપ્રીમ કોર્મમાં આજે સુનાવણી હાથ ધરાઈ. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર, બિહાર અને યુપી સરકારને નોટિસ ફટકારીને સાત દિવસમાં જવાબ માંગ્યો છે. આ મામલે હવે દસ દિવસ બાદ સુનાવણી હાથ ધરાશે.
કારગિલ યુદ્ધ: ભારતીય વાયુસેનાના જાબાંઝોએ કર્યું જબરદસ્ત કામ, જુઓ VIDEO
અરજીમાં આ મગજના તાવની બીમારીને લઈને બિહાર સરકાર પર બેદરકારીનો આરોપ લગાવતા કેન્દ્ર સરકારને વિશેષજ્ઞોની એક મેડિકલ બોર્ડ બનાવીને તેને તત્કાળ બિહારના મુઝફ્ફરપુર તથા અન્ય પ્રભાવિત વિસ્તારોમાં મોકલવાના નિર્દેશની માગણી કરાઈ છે. આ ઉપરાંત કેન્દ્ર અને બિહાર સરકારને 500 ICU એમાં 100 મોબાઈલ ICU મોકલવાના નિર્દેશ પણ અપાયા છે. જો કે વિશેષજ્ઞોથી લેસ હોવા જોઈએ. જેનાથી દૂર દૂરના વિસ્તારોમાં પ્રભાવિતોને સારવાર ઉપલબ્ધ કરાવાઈ શકે. આ સાથે જ બિહાર સરકારને ખાસ પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખી એક આદેશ જારી કરવાનો નિર્દેશ આપવાની પણ માગણી કરાઈ છે.
જુઓ LIVE TV
અરજીમાં કહેવાયું છે કે સરકારોને નિર્દેશ અપાય કે તેઓ આ બીમારીથી બચાવ અને જાગરૂકતા માટે પૂરતો પ્રચાર કરે. આ ઉપરાંત જે બાળકોનું આ બીમારીથી મોત થયું છે તેમના પરિજનોને 10-10 લાખ રૂપિયા સહાય આપવાની માગણી કરાઈ છે.
બાલાકોટ બાદ પાકિસ્તાન આપણા એર સ્પેસમાં ઘૂસી શક્યું નથી, LoC પણ પાર ન કરી શક્યું-IAF પ્રમુખ
અત્રે જણાવવાનું કે બિહારમાં આ બીમારીથી અત્યાર સુધી 168 બાળકોના મોત થઈ ચૂક્યા છે. મુઝફ્ફરપુરના SKMCH હોસ્પિટલમાં અત્યાર સુધી 110 બાળકો જ્યારે કેજરીવાલ હોસ્પિટલમાં 20 બાળકોના મોત થયા છે. જ્યારે વૈશાલીમાં 19, સમસ્તીપુરમાં 5, મોતિહારીમાં 2, પટણામાં 2, બેગુસરાયમાં 6, બેતિયામાં 2 અને ભાગલપુર-ગોપાલગંજમાં એક-એક બાળકનું મોત થયું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે