Home> India
Advertisement
Prev
Next

CBSE ની ધોરણ 10 અને 12ની Exams Date Sheet વિશે આવ્યા મોટા સમાચાર

કોરોના વાયરસ (Corona Virus) મહામારીના કારણે કેન્દ્રીય માધ્યમિક શિક્ષા બોર્ડ 10મા અને 12મા ધોરણની પરીક્ષાઓ સ્થગિત થવાની અટકળો વચ્ચે બોર્ડ સચિવ અનુરાગ ત્રિપાઠીએ મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે CBSE 2021 10th, 12th માટે ડેટશીટ જલ્દી બહાર પાડવામાં આવે છે. એક્ઝામ શેડ્યૂલ સીબીએસઈ(CBSE) ની અધિકૃત સાઈટ cbse.nic.in પર ઉપલબ્ધ થશે. 

CBSE ની ધોરણ 10 અને 12ની Exams Date Sheet વિશે આવ્યા મોટા સમાચાર

નવી દિલ્હી: કોરોના વાયરસ (Corona Virus) મહામારીના કારણે કેન્દ્રીય માધ્યમિક શિક્ષા બોર્ડ 10મા અને 12મા ધોરણની પરીક્ષાઓ સ્થગિત થવાની અટકળો વચ્ચે બોર્ડ સચિવ અનુરાગ ત્રિપાઠીએ મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે CBSE 2021 10th, 12th માટે ડેટશીટ જલ્દી બહાર પાડવામાં આવે છે. એક્ઝામ શેડ્યૂલ સીબીએસઈ(CBSE) ની અધિકૃત સાઈટ cbse.nic.in પર ઉપલબ્ધ થશે. 

fallbacks

સ્વદેશી રસીથી આશા વધી, જાણો ફટાફટ કેવી રીતે તમારા સુધી પહોંચશે Corona Vaccine?

બોર્ડ સચિવ અનુરાગ ત્રિપાઠીનું નિવેદન
બોર્ડ સચિવ અનુરાગ ત્રિપાઠીએ ASSOCHAM દ્વારા આયોજિત ન્યૂ એજ્યુકેશન પોલીસી(NEP) પર આયોજિત વેબિનારમાં કહ્યું કે, 'બોર્ડ પરીક્ષાઓ નિશ્ચિતપણે થશે અને બહુ જલદી તેનું શેડ્યૂલ જાહેર કરવામાં આવશે. સીબીએસઈ તૈયારી કરી રહ્યું છે અને જલદી શેડ્યૂલ તૈયાર થઈ જશે. ગત માર્ચ-એપ્રિલ દરમિયાન અમારી સામે મોટા પડકારો આવ્યા હતા પરંતુ અમારી શાળાઓ અને શિક્ષકોએ નવી ટેક્નોલોજીનો ઉપયોગ કરીને આ સમયને પણ અવસરમાં ફેરવી કાઢ્યો, થોડા મહિનાઓની અંદર જ વિભિન્ન એપ્લિકેશનનો ઉપયોગ કરીને ઓનલાઈન કક્ષાઓ(Online Classes) આયોજિત કર્યા. હવે આ પ્રકારના ક્લાસીસ સામાન્ય થઈ ગયા છે.'

Congress માં આંતરિક વિખવાદ, કપિલ સિબ્બલ પર ભડકી ગયા અધીર રંજન ચૌધરી!, જાણો શું કહ્યું?

મહારાષ્ટ્ર અને ગુજરાતમાં પરીક્ષાઓ સ્થગિત
જો કે ત્રિપાઠીએ તેની રૂપરેખા અંગે કોઈ વિવરણ આપ્યું નથી. કે કઈ રીતે પરીક્ષા આયોજિત કરવામાં આવશે. સામાન્ય રીતે CBSE ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ ફેબ્રુઆરી-માર્ચમાં આયોજિત કરે છે. અહીં એ પણ ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્ર, ગુજરાત બોર્ડે બોર્ડ પરીક્ષા 2021 (Board Exam 2021) ને મે સુધી સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે. 

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More