Home> India
Advertisement
Prev
Next

Punjab: CM ની રેસમાં સામેલ થયું નવું નામ, આવતીકાલે થશે નવા CM ની જાહેરાત

કેપ્ટન અમરિંદર સિંહ (Capt. Amarindar Singh) ના રાજીનામાની થોડીવાર પછી શરૂ થયેલી ધારાસભ્ય દળની બેઠક (CLP Meeting) હવે ખતમ થઇ ગઇ છે. આ બેઠકમાં પંજાબના નવા મુખ્યમંત્રીનું નામ નક્કી કરવાનું હતું.

Punjab: CM ની રેસમાં સામેલ થયું નવું નામ, આવતીકાલે થશે નવા CM ની જાહેરાત

ચંદીગઢ: કેપ્ટન અમરિંદર સિંહ (Capt. Amarindar Singh) ના રાજીનામાની થોડીવાર પછી શરૂ થયેલી ધારાસભ્ય દળની બેઠક (CLP Meeting) હવે ખતમ થઇ ગઇ છે. આ બેઠકમાં પંજાબના નવા મુખ્યમંત્રીનું નામ નક્કી કરવાનું હતું. નવા સીએમની રેસમાં અત્યાર સુધી સુની જાઝડ (Sunil Kumar Jakhar) નું નામ સૌથી આગળ ચાલી રહ્યું હતું, પરંતુ હવે આ રેસમાં નવું નામ સામેલ થઇ ગયું. ધારાસભ્ય દળની બેઠકમાં મોટાભાગના ધારાસભ્યોની સુખજિંદર સિંહ રંઘાવા (Sukhjinder Singh Randhawa) ને પંજાબના નવા સીએમ બનાવવાની માંગ કરી.

fallbacks

નવજોત સિંહ સિદ્ધૂ પણ રેસમાં આગળ
આ તમામ નેતાઓના મુખ્યમંત્રીની રેસમાં નામ હોવાની સાથે સાથે પંજાબ પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધૂનું નામ પણ મુખ્યમંત્રી તરીકે ચર્ચામાં છે. જોકે સૂત્રોનું કહેવું છે કે 2022માં થનાર વિધાનસભા ચૂંટણી નવજોત સિંહ સિદ્ધૂને મુખ્યમંત્રીનો ચહેરો રાખીને લડવાને તૈયારી કરવામાં આવી રહી છે. પંજાબ સરકારે એકસમયે મંત્રી રહી ચૂકેલા વરિષ્ઠ મહિલા નેતાનું કહેવું છે. એવામાં એક સંભાવના એ પણ બની રહી છે કે નવજોત સિંહ સિદ્ધૂને પંજાબના મુખ્યમંત્રી બનાવી શકાય છે. પંજાબમાં રાજકીય ગરમાવો તેજ થઇ ગયો છે. આજે જ નવા સીએમના નામની જાહેરાત થવાના અનુમાન લગાવવામાં આવી રહ્યા હતા.  

Captain Amarinder Singh એ આપ્યું રાજીનામું, સુનીલ જાખર બની શકે છે પંજાબના નવા CM

બેઠકમાં બે પ્રસ્તાવો પર બની સહમતિ
પંજાબ કોંગ્રેસ પ્રભારી હરીશ રાવતે ધારાસભ્ય દળની બેઠક બાદ પત્રકાર પરિષદ કરતાં કહ્યું કે 'બેઠકમાં 80 થી 78 ધારસભ્ય સામેલ થયા. તેમાં સર્વસહમતિથી બે પ્રસ્તાવ પાસ થયા છે. પહેલા કેપ્ટન અમરિંદર સિંહના નેતૃત્વમાં ચલાવવામાં આવેલી સારી સરકારની પ્રશંસા વિશે રહી. જ્યારે બીજા પ્રસ્તાવમાં પંજાબના નવા મુખ્યમંત્રીનું નામ નક્કી કરવાનું સોનિયા ગાંધી પર છોડવામાં આવ્યું. હરીશ રાવતે આગળ કહ્યું કે જેવી જ પાર્ટી હાઇકમાન પાસેથી નવા સીએમનું નામ ફાઇનલ થાય છે, તેની જાહેરાત કરવામાં આવશે.

હટાવવામાં આવ્યા શહેરમાં લગાવવામાં આવેલા કેપ્ટનના હોર્ડિંગ
પંજાબના મુખ્યમંત્રી બદલાતા જ શનિવારે વિબિન્ન ચોક પર લાગેલા મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહના ફોટાવાળા ફ્લેક્સ બોર્ડ દૂર કરવામાં આવ્યા છે. આજે સવાર સુધી નવા રસ્તા, મહારાજા અગ્રસેન ચોક, બસ સ્ટેન્ડ તથા મલોટ રોડ ચોક વગેરે જગ્યાએ મુખ્યમંત્રી કેપ્ટન અમરેન્દ્ર સિંહના ફોટાવાળ ડઝનો ફ્લેક્સ બોર્ડ લાગેલા હતા. જે અત્યારે નથી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More